રાજકોટ, 19 ઓક્ટોબર, 2026 : 15000 Ahiranis performed Divyaras in traditional dress શહેરના નવા રીંગ રોડ પર આહીર સેના દ્વારા આયોજિત રાસોત્સવમાં ભવ્ય આહીરાણી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલી અંદાજિત 21 હજાર આહીર સમાજની બહેનોએ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં અને 250 કિલોથી વધુના સોનાના ઘરેણાં પહેરીને રાસ લીધો હતો. આ નયનરમ્ય દ્રશ્યએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

નવરાત્રિ પર્વ દરમિયાન અલગ-અલગ સમાજો પોતાની આગવી પરંપરા, પહેરવેશ અને સાંસ્કૃતિક ઓળખ સાથે નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. શહેરના આહીર સેના દ્વારા આયોજિત આહીર ગરબા મહોત્સવમાં પરંપરા, ભક્તિ અને આભૂષણોની ઝળહળાટનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આહીર સમાજના પરંપરાગત પોશાકમાં 15000 કરતા વધુ બહેનો 250 કિલો સોનાના ઘરેણાં પહેરી રાસ-ગરબા રમી હતી, જેના કારણે ગરબાનું મેદાન સોનાના ઘરેણાથી ચમકી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
શહેરના નવા રિંગ રોડ પર આવેલા કોકોનેટ પાર્ટી પ્લોટ સામે આહીર સમાજનાં ભાઈઓ અને બહેનો માટે નવ દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પર્વને પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે ઉજવવાના હેતુથી યોજાયેલા આ મહોત્સવને લઈને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શનિવારે સાતમા નોરતે આહીર સમાજની પરંપરા અનુસાર ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહીર સમાજની બહેનો અને ભાઈઓ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને રાસની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા.


