Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ગુલબાઈ ટેકરા પાસે રોડ ક્રોસ કરતા બાળકનું કારની અડફેટે મોત

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા પાસે રોડ ક્રોસ કરતા બાળકનું કારની અડફેટે મોત

અમદાવાદ, 20 ઓક્ટોબર, 2026 : Child dies after being hit by car while crossing road શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ ચાર રસ્તા પર રોડ ક્રોસ કરી રહેલા 5 વર્ષિય બાળકને કારે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મહિલા કારચાલક બાળકને લઈને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. અને તમામ ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી હતી. જો કે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતા ટ્રાફિક પોલીસે મહિલા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ​શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ સામે રહેતા મહેશભાઈ રાઠોડ ફેરી મારી પટ્ટા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 18 ઓક્ટોમ્બરે તેમનો 5 વર્ષીય પુત્ર નિલેશ બપોરના સમયે તેની દાદી સાથે પડીકું લેવા ગયો હતો. પડીકું લીધા બાદ નિલેશ એકલો ગુલબાઈ ટેકરા ટેલિફોન એક્સચેન્જ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પુરઝડપે આવી રહેલી મહિલા કાર ચાલકે નિલેશને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક મહિલા કારમાંથી નીચે ઉતરી બાળકને સારવાર માટે નજીકની સિનર્જી હોસ્પિટલ લઈ ગઈ હતી અને સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી હતી. જોકે બાળકની તબિયત વધુ નાજુક બનતાં તેને પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન નિલેશનું મોત નિપજ્યુ હતું. ​

આ અંગે બાળકના પિતા મહેશભાઈ રાઠોડે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક મહિલા શેલામાં રહેતી માલા મિત્તલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular