Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે મેઘદૂત, કુંભકર્ણ અને રાવણના પૂતળાનું દહન કર્યું

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે મેઘદૂત, કુંભકર્ણ અને રાવણના પૂતળાનું દહન કર્યું

અમદાવાદ, 21 ઓક્ટોબર, 2026 :  CM Bhupendra Patel burnt the effigy of Ravana દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે શહેરના ભાડજના હરે કૃષ્ણ મંદિર તેમજ મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે થલતેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને ICC ચેરમેન જય શાહ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

 મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વિજયાદશમી મહોત્સવમાં સહભાગી થયા હતા અને તેમના હસ્તે રાવણદહન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રિમોટનું બટન દબાવીને મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું હતું.

શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયાદશમી મહોત્સવ -૨૦૨૬ અંતર્ગત અમદાવાદમાં ડાયરો અને રાવણદહનના કાર્યક્રમ યોજાયો હતો. સાંઇરામ દવેની ટીમ દ્વારા ડાયરો પ્રસ્તુત કરાયો હતો. વિજયાદશમી મહોત્સવમાં શહેરી વિકાસ રાજયમંત્રી દર્શનાબહેન વાઘેલા, અમદાવાદ શહેરના મેયર  હિતેશભાઈ બારોટ, સાંસદ  હસમુખભાઈ પટેલ, સાંસદ  દિનેશ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, સંતો-મહંતો,  પ્રેરકભાઈ શાહ સહિતના રાજકીય અગ્રણીઓ, અમ્યુકોના પદાધિકારીઓ, શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના વડા  સંદીપ બારોટ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે સુરતના વેસુમાં પણ 80 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. આ વિશાળ રાવણ આગ્રાના મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરાયો હતો. જેમાં રિમોટ આધારિત છત્રી અને સ્પેશિયલ ઇફેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત ડુમસમાં સ્થાનિક યુવાનોએ રૂપિયા 3 લાખના ખર્ચે ‘સિક્સ પેક એબ્સ’ ધરાવતો 55 ફૂટનો ‘સિક્સ પેક’ રોબોટિક રાવણ તૈયાર કરાયો હતો. આ રાવણ દહન કાર્યક્રમમાં કલાકારો દ્વારા રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામથી લઈ રાવણ સુધીના તમામ પાત્રોના વેશ ધારણ કરી લોકો રાવણ દહન કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular