અમદાવાદ, 13 નવેમ્બર, 2026 : Increase in A/C and sleeper coaches in 4 pairs of trains પરપ્રાંતના વતન ગયેલા લોકો હવે પરત ફરી રહ્યા છે. ત્યારે ગુજરાત આવતી મોટાભાગની ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. આથી અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા તા. 13 થી 17 નવેમ્બર દરમિયાન 4 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના 8 કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોચમાં થર્ડ AC અને સ્લીપર ક્લાસનો સમાવેશ થાય છે. આ સુવિધાથી ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્રથી અમદાવાદ-ગાંધીનગર પરત ફરતા હજારો મુસાફરોને કન્ફર્મ સીટ મળી શકશે.
દિવાળીના તહેવારો અને વેકેશન પૂર્ણ થતા હવે બહારગામ ફરવા ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. ટ્રેનોમાં વધતા જતા ધસારા અને વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા 4 જોડી (કુલ 8) ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના થર્ડ AC અને સ્લીપર કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. 13 થી 17 નવેમ્બર દરમિયાન આ વધારાના કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેનાથી હજારો મુસાફરોને કન્ફર્મ સીટ મળી શકશે.
અમદાવાદ રેલવે ડિવિઝનની યાદી મુજબ જે ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે, જેમાં 19223 સાબરમતી – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ, 19224 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – સાબરમતી એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ, 09424 અમદાવાદ – મંગલુરુ સ્પેશિયલ: 13 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ, 09423 મંગલુરુ – અમદાવાદ સ્પેશિયલ: 14 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ, 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ એક્સપ્રેસ: 16 અને 17 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ, 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ, તેમજ 19411 ગાંધીનગર કેપિટલ – દૌલતપુર ચોક એક્સપ્રેસ: 14 અને 15 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ. અને ટ્રેન નંબર 19412 દૌલતપુર ચોક – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ જોડવામાં આવશે.
તહેવારોની રજાઓ બાદ ખાસ કરીને ઉત્તર ભારત (કટરા, દૌલતપુર ચોક), દક્ષિણ ભારત (મંગલુરુ) અને સૌરાષ્ટ્ર (વેરાવળ) તરફથી અમદાવાદ અને ગાંધીનગર પરત ફરનારા પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. આવી પરિસ્થિતિમાં આ ટ્રેનોમાં વધારાના કોચ જોડાતા વેઈટિંગ ટિકિટ ધરાવતા અનેક પેસેન્જરોને કંફર્મ ટિકિટ મળી રહેશે.








