HomeગુજરાતીગુજરાતPM યોજનાના નામે દિવાળી બોનસનો ફેક મેસેજ મોકલી સાયબર ફ્રોડ કરતી ગેન્ગ

PM યોજનાના નામે દિવાળી બોનસનો ફેક મેસેજ મોકલી સાયબર ફ્રોડ કરતી ગેન્ગ

અમદાવાદ, 13 નવેમ્બર, 2026 : Cyber ​​fraudster sends fake Diwali bonus message in the name of PM scheme સાયબર માફિયાઓ લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. ત્યારે હવે લોકોના મોબાઈલફોનના વોટ્સએપ પર પીએમ યોજનાને નામે રૂપિયા 8000નું બોનસ માટેનો મેસેજ મોકલીને સાથે બોનસ મેળવવા લિંન્ક ખોલવાનું કહેવામાં આવે છે. ઘણા મોબાઈલધારકો લાલચમાં આવીને (APK)  લિંન્ક ડાઉનલોડ કરતા જ મોબાઈલ ફોન હેન્ગ થઈ જાય છે. અને તેના એક્સેસ સાયબર માફિયાના હાથમાં જતા રહે છે. તેથી મોબાઈલ સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. આથી અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા અને અજાણી લિંન્ક ડાઉનલોડ ન કરવા અપીલ કરવામાં આવી છે.

પીએમ યોજના હેઠળ 8 હજારનું દિવાળી બોનસ મળવા અંગેનો એક મેસેજ અને લિંક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે પણ લોકો આ લિંક પર ક્લિક કરે ત્યારે એપીકે ફાઇલ ડાઉનલોડ થતી હતી,જે બાદ નવું પેજ ખુલતું હતું.જે ક્લિક કર્યા બાદ વિગતો ભરવાથી બેંકમાંથી પૈસા ઉપડી જતા હતા.અમદાવાદ સાયબર ક્રાઈમને આ અંગેની ફરિયાદો મળી હતી.જે અંગે તપાસ કરતા પીએમ યોજનાના નામે બોનસ આપવાની ખોટી લાલચ આપી લોકો સાથે સાયબર ફ્રોડ કરતા હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિંહાએ જણાવ્યું કે, હાલમાં પીએમ યોજના હેઠળ દિવાળી બોનસ તરીકે 8000 રૂપિયા મળવાના નામે વોટ્સએપ પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો જ્યારે આ મેસેજ પર ક્લિક કરે છે ત્યારે એક એપીકે ફાઈલ ડાઉનલોડ થાય છે અને નવું પેજ ખુલે છે, જેમાં અરજી કરવાથી આ યોજનાનો લાભ મળશે તેવું જણાવાય છે. એ અરજી પર ક્લિક કર્યા બાદ અલગ-અલગ એપ્લિકેશનો, ગેમિંગ એપ કે પેમેન્ટ લિંક ખુલે છે અથવા અસલી વોટ્સએપ નંબર માંગવામાં આવે છે, જેથી તમારું વોટ્સએપ નવા ડિવાઇસ સાથે લિંક થઈને હેક થવાનું જોખમ ઊભું થાય છે. આ સ્કેમમાં ખાતામાં 8000 રૂપિયા જોવા માટે આગળ પ્રોસેસ કરી વધુ એક ક્લિક કરવાનું કહેવામાં આવે છે, જેનાથી બીજી એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે અને બેન્કિંગ ક્રેડેન્શિયલ હેકર્સ પાસે પહોંચી જતાં ખાતામાંથી પૈસા ઉપડી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આ ઠગ ટોળકી દિવાળી કે અન્ય તહેવારો તેમજ સરકારની રાહત, વળતર કે વિશેષ યોજનાઓના નામે ફેક એપ્લિકેશન અને નકલી મેસેજ બનાવીને પોતાની મોડસ ઓપરેન્ડી બદલતી રહે છે. સરકાર તરફથી દિવાળી બોનસ આપવાની આવી કોઈ યોજના નથી કે કોઈ સત્તાવાર જાહેરાત પણ થઈ નથી, અને સરકાર ક્યારેય આવા મેસેજ મોકલીને સંપર્ક કરતી નથી. લોકોએ સાવચેતી રાખી માત્ર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી ઓફિશિયલ એપ્લિકેશન કે સત્તાવાર વેબસાઇટ પર જ પોતાના બેન્કિંગ આઈડી, પાસવર્ડ કે અંગત ક્રેડેન્શિયલ શેર કરવા જોઈએ અને તુરંત વળતર આપતા આવા મેસેજથી દૂર રહેવું જોઈએ.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img