Homeગુજરાતીગુજરાતપાટડીના ખારાઘોડા શાખાની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ રામધૂન બોલાવી

પાટડીના ખારાઘોડા શાખાની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ રામધૂન બોલાવી

સુરેન્દ્રનગર, 18 નવેમ્બર,2026 : Farmers are angry over the non-release of water in the minor canal of Kharaghoda branch  ઝાલાવાડ પંથકમાં મોટા ભાગના ખેડૂતોએ રવિ સીઝનની વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધુ છે. હાલ રવિપાકને પાણીની જરૂરિયાત છે. ત્યારે જ નર્મદાની માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી. જિલ્લાના પાટડીમાંથી પસાર થતી ખારાઘોડા શાખા કેનાલમાં નર્મદાનું પાણી ન છોડાતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને પાણી છોડવા માટે અનેક રજૂઆતો કરવા છતાં પાણી ન છોડાતા ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવવાની સાથે હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ધારાસભ્યને પણ ફોન કરી પોતાની વેદના ઠાલવી હતી.

પાટડીમાંથી પસાર થતી ખારાઘોડા શાખા કેનાલની માયનોર ૬ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોની હાલત કફોડી બની છે.  આ અંગે પાટડીના ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆત કર્યા બાદ સમ ખાવા પૂરતું થોડું જ પાણી છોડીને કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા છે. ખારાઘોડા શાખા કેનાલનું પાણી હરીપુરા, બામણવા થઈને પાટડી આવે છે. હાલમાં રવી સીઝન હોવાથી ખેડૂતોને જીરા, ઘઉં અને એરંડાના પાકમાં પાણીની ભારે જરૂર છે. અસંખ્ય રજૂઆતો છતાં કેનાલમાં પાણી ન છોડાતા રોષે ભરાયેલા પાટડીના સંખ્યાબંધ ખેડૂતોએ કેનાલ પાસે જ ઢોલ-મંજીરા સાથે રામધૂન બોલાવી હલ્લાબોલ મચાવ્યો હતો.

ખેડૂતોએ જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં નર્મદાની માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરાશે. સ્થળ પરથી જ ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને અને ધારાસભ્યને ફોન કરી પોતાની વ્યથા રજૂ કરી હતી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, “અમે વારંવાર પાટડીની ૬ નંબર કેનાલમાં પાણી છોડવા વિરમગામ ઓફિસે લેખિત રજૂઆત કરી છે, છતાં આ કેનાલમાં હજી સુધી પાણી છોડવામાં આવ્યું નથી. હાલ રવિ સીઝન હોવાથી એકબાજુ પાક બળી રહ્યો છે. ખેડૂતો વ્યાજે પૈસા લાવીને ખેતી કરે છે, તો પણ અત્યારે પાણી ન મળતા ખેડૂતો માટે મરવાના દિવસો આવ્યા છે અને હવે જો પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરાશે.

ખેડૂતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ખેડૂતોની હાલ માઠી દશા બેઠી છે. ખેડૂતો માટે ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર માત્ર કહેવા પૂરતું જ છે, બાકી ખેડૂતોની દુર્દશા ખરાબમાં ખરાબ છે. રવી પાક માટે ખેડૂતો પાણીની કાગડોળે રાહ જોઈને બેઠા છે, અધિકારીઓ સાંભળતા નથી અને ફોન પણ ઉપાડતા નથી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img