અમરેલી, 18 નવેમ્બર,2026 : Governor participated in cleanliness drive રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડીપરા ગામની મુલાકાત લીધી હતી. આ તકે રાજ્યપાલ સહિતના મહાનુભાવો “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં સહભાગી બન્યા હતા અને ઉપસ્થિત સૌને નિયિમિત સ્વચ્છતા પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું, સાથે રાજ્યપાલએ સફાઈ કર્મીઓને સન્માનિત પણ કર્યા હતા.
રાજ્યપાલએ ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આપણે ઓક્સિજન વિના જીવી શકતા નથી, આથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણ કરવું અનિવાર્ય છે.
“સ્વચ્છતા હી સેવા” પ્રવૃત્તિ દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને પોતાના ઘરની સાથે ઘરની આસપાસના વિસ્તારની પણ નિયમિત રીતે સાફ સફાઈ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા થકી સન્માન વધે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોટડીપરા મુકામે ગીર ગાય ગૌશાળાની મુલાકાત લઈને ગૌ સેવા કરી હતી.
આ તકે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, કોટડીપરા સરપંચ લીલાબેન મનુભાઈ નકુમ, સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેકટર હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી મોર્ય, એ.એસ.પી. જયવીર ગઢવી, રાજુલા પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








