Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ઠક્કરબાપાનગર પોલીસ ચોકી સામે જ યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા

અમદાવાદમાં ઠક્કરબાપાનગર પોલીસ ચોકી સામે જ યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2026 : youth stabbed to death in Thakkarbapanagar શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા ઠક્કરબાપા નગર પોલીસ ચોકીની સામે જ જામીન પર છુટીને આવેલા આરોપી ભરત ચુનારા અને તોના સાથી રોહિત દંતાણીએ છરીના ઘા ઝીંકીને દિલીપ સોનકરની હત્યા કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા.

આ બનાવની વિગત એવી છે કે, વર્ષ 2018માં મૃતક દિલીપ અને તેના મિત્રોએ તેમજ આરોપી ભરત ચુનારા અને તેના ભાઈ સહિતના અન્ય લોકો સાથે મારામારી કરી હતી. જે અંગે અદાવત રાખી વર્ષ 2020 માં દિલીપના મિત્ર ધર્મેશ મરાઠીની ભરત ચુનારા તેમજ અન્ય લોકોએ હત્યા કરી નાખી હતી. મૃતકના પરિવારમાં ત્રણ ભાઈઓ છે. હત્યા કેસમાં ભરતને આજીવન કેદની સજા થઈ હતી. ભરત ચુનારા 9 દિવસ પહેલા જ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયો હતો. ગુરૂવારે  રાત્રે ઠક્કરબાપાનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે મૃતક દિલીપને ભરત ચુનારા અને રોહિત દંતાણીએ ઉભો રાખી બોલાચાલી કરી શરીરના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. વર્ષ 2018 અને 2020 માં બંને પક્ષે મારામારી અને હત્યા જેવા બનાવો બન્યા હતા જેને લઈને અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બન્ને આરોપીને પકડી લીધા છે. અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular