Homeગુજરાતીગુજરાતગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિના ભરતી કૌભાંડનો રિપોર્ટ કમિટીએ બંધ કવરમાં આપ્યો

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિના ભરતી કૌભાંડનો રિપોર્ટ કમિટીએ બંધ કવરમાં આપ્યો

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2026 : The committee submitted the report on the recruitment scam  ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નિરજા ગુપ્તાએ તેમના કાર્યકાળમાં કરેલા કથિત કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે પૂર્વ કૂલપતિ નિરજાએ નિયમો નેવે મુકીને કરેલી ભરતી મામલે તપાસ કરવા નિમાયેલી કમિટીએ 20 દિવસમાં તપાસ પૂર્ણ કરીને એનો રિપોર્ટ બંધ કવરમાં સોંપી દીધો છે. હવે આ રિપોર્ટના આધારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પગલા લેવામાં આવશે.

 ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ તેમના કાર્યકાળમાં ગેરકાયદે ભરતી કરીને લાખો રૂપિયાના પગારની લ્હાણી કરવામાં આવી હતી. આ મામલે પૂર્વ કૂલપતિની વિદાય બાદ ભારે વિવાદ થતાં ભરતી કરાયેલા તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા બાદ તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ તપાસ કરીને 20 દિવસમાં રિપોર્ટ બંધ કવરમાં યુનિવર્સિટી સોંપ્યો છે.  જે આજે શનિવારે પ્રક્રિયા મુજબ ખોલીને રિપોર્ટના ધ્યાનમાં રાખી પગલાં લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ તેમના પતિ સાથે કામ કરતા અને મળતિયાઓને સીધી નોકરી આપી હોવાના આક્ષેપ થયા હતા. આ ઉપરાંત તમામને અગાઉ કરતા 4થી 5 ગણો પગાર પણ આપવામાં આવ્યો હોવાની રજૂઆત હતી. આ રજૂઆતને પગલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક કમિટીની ગઠન કરવાના આવ્યું હતું. તપાસ કમિટીમાં ગુજરાત યુનિવર્સિટીના હિરેન જાદવ ચેરમેન હતા જ્યારે સ્મિતાબેન જોશી અને મયુરીબેન ભાટિયા સભ્ય હતા. ત્રણેય સભ્યોની કમિટી દ્વારા 20 દિવસ સુધી આ મામલે તપાસ કરવામાં આવી હતી. જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.ભરતી મામલે કોઈ પ્રક્રિયા થઈ હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. પગાર અંગે પણ તપાસ કરવામાં આવી હતી. જે તપાસ પૂર્ણ થતા બંધ કવરમાં ગુજરાત યુનિવર્સિટીને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.આ રિપોર્ટના આધારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પગલા લેવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular