1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા યુવાને કર્યો આપઘાત
સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા યુવાને કર્યો આપઘાત

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા યુવાને કર્યો આપઘાત

0
Social Share
  • પોલીસ સ્ટેશનના ચોથા માળેથી પડતુ મુકી યુવાને કર્યો આપઘાત,
  • પોલીસની હાજરીમાં યુવાન ચોથા માળે ટેરેસ પર કેમ ગયો તે અંગે સવાલો ઊઠ્યા,
  • પોલીસ સ્ચટેશનમાં ઘટના બનતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

સુરતઃ શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે. ચાર માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી. ચોથા માળેથી ઝંપલાવી ચૂકેલા યુવકે કેમ આ પગલું ભર્યું તેને લઈને હજુ રહસ્ય ઘેરાયેલું જ છે. તેનો મૃતદેહ સીધો પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો હતો. નીચે પટકાવાને કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તે ગંભીર ઈજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો.  પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર કેવી રીતે પહોંચ્યો તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. ફરિયાદ કરવા આવેલો યુવક ટેરેસ પરથી કૂદીને આપઘાત કરતા અનેક સવાલો ઊભા થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનારા યુવકની ઉંમર 35થી 40 વર્ષ જેટલી લાગી રહી છે. આજે પોલીસ સ્ટેશનમાં  કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યાર બાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકની તપાસ કરતાં તેનું મોત થઈ ચૂક્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિવાર સહિતની વિગત આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આજે સવારના લગભગ 9.30ની આસપાસ એક અજાણ્યો ઇસમ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પી.એસ.ઓ. પાસે આવી અને બધી વાતો કરતો હતો, જેના પરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું. એ બાદ એકવાર નીચે ઊતરે છે, ફરીવાર આવે છે અને બેસીને કહે છે મારે ફરિયાદ કરવી છે. એટલે શું ફરિયાદ કરવી છે છે એ તેની વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું. પછી હું બાથરૂમ કરવા જઉં છું એમ કરીને બાથરૂમ તરફ આવે છે અને દરમિયાન અહીં ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે, એટલે ટેરેસનો દરવાજો ખુલ્લો હતો. એટલે એ દાદરા ચડીને ઉપર જાય છે એટલે પોલીસને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે અને તેની પાછળ દોડે છે. એ દરમિયાન એ જે ટેરેસની પાળી છે, એના ઉપરથી જંપ મારીને નીચે કૂદી પડે છે. એટલે સ્થળ ઉપર જ તેનું મૃત્યુ નીપજે છે, તેથી પોલીસે હાલ અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code