1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ABVPની કાર રેલી, જોખમી સ્ટંટનો વિડિયો વાયરલ થતાં પોલીસે બે કાર કબજે કરી
સુરતમાં ABVPની કાર રેલી, જોખમી સ્ટંટનો વિડિયો વાયરલ થતાં પોલીસે બે કાર કબજે કરી

સુરતમાં ABVPની કાર રેલી, જોખમી સ્ટંટનો વિડિયો વાયરલ થતાં પોલીસે બે કાર કબજે કરી

0
Social Share
  • એબીવીપીએ પોલીસની પરવાનગી વિના કાર રેલી યોજી હતી
  • કારમાં સવાર વિદ્યાર્થીઓએ જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યા હતા,
  • પોલીસે ભયજનક ડ્રાઈવિંગનો ગુનો નોંધીને બે કાર ડિટેઈન કરી

સુરતઃ  શહેરમાં ડી.આર.બી. કોલેજ ખાતે એબીવીપીની કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ એબીવીપીના વિદ્યાર્થીઓએ શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં કાર રેલી કાઢી હતી. અને કાર રેલીમાં વિદ્યાર્થીઓ જોખમી ડ્રાઈવ કરીને સ્ટંટ કરતા હોય તેવા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યા હતા. વિડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. એબીવીપીએ કાર રેલીની પોલીસ પાસે પરમિશન પણ લીધી નહતી. પોલીસે ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરની ડી.આર.બી. કોલેજ ખાતે એબીવીપી દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા. જોકે, આ ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ વિસરી ગયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક વિદ્યાર્થી કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને અને બોનેટ પર બેસીને જોખમી રીતે સ્ટન્ટ્સ કરી રહ્યા હતા. રેલીમાં સામેલ કેટલીક લક્ઝુરિયસ ગાડીઓ પર પ્રતિબંધિત ‘બ્લેક ફિલ્મ’ (કાળા કાચ) લગાવેલી જોવા મળી હતી. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થાય તે રીતે બેફામ કાર હંકારવામાં આવી હતી.

આ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે. અલથાણ પોલીસે વીડિયોના ફૂટેજ અને ગાડીઓના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ કાર રેલી કાઢવા માટે પોલીસ તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. એબીવીપીના કાર્યકરોએ 15થી વધુ સંખ્યામાં કારનો કાફલો લઈને રસ્તા પર ઉતર્યા હતા. સીટીલાઇટ વિસ્તારમાં આવેલી કોલેજથી અણુવ્રત દ્રાર સુધી નીકળેલી આ રેલી દરમિયાન મોટા અવાજે હોર્ન, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે પસાર થતાં અન્ય વાહન ચાલકો અટવાઇ ગયા હતા, દૈનિક કામકાજે નીકળેલા લોકો શાળા અને ઈમરન્સી વાહનોની સેવાને પણ અવરોધ થયો હતો. રેલીના આયોજન પુર્વે પોલીસની મંજુરી લેવામાં આવી ન હતી. છતાં રસ્તા પર શકિત પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં માર્ગ સલામતીના નિયમોનો ભંગ થયો હોવાનું જણાયુ હતુ. પોલીસે બે કારને પોલીસે ડિટેઈન કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. અને ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code