1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં ત્વચાની કાળજી માટે અપનાવો આ દેશી સુપરફૂડ્સ
શિયાળામાં ત્વચાની કાળજી માટે અપનાવો આ દેશી સુપરફૂડ્સ

શિયાળામાં ત્વચાની કાળજી માટે અપનાવો આ દેશી સુપરફૂડ્સ

0
Social Share

શિયાળાની સિઝનમાં ઠંડી હવા અને સુકા વાતાવરણના કારણે ત્વચા ડ્રાય, કઠોર અને નિસ્તેજ બનવા લાગે છે. મૉઇશ્ચરાઇઝર લગાવવાથી થોડો સમય આરામ મળે છે, પરંતુ ત્વચાને સાચી નમી અને પોષણ શરીરની અંદરથી જ મળે છે. સારા સમાચાર એ છે કે આપણા રસોડામાં જ આવા અનેક દેશી સુપરફૂડ્સ ઉપલબ્ધ છે, જે ઠંડીના દિવસોમાં ત્વચાને અંદરથી પોષણ આપી તેને નરમ, ગ્લોઇંગ અને તંદુરસ્ત રાખે છે. રોજિંદા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરવાથી શિયાળાની અસરથી ત્વચાને સુરક્ષા મળી રહે છે.

મોસંબીઃ ઠંડીની સુકી હવા સ્કિનને ડ્રાય અને બેજાન બનાવી દે છે. આવા સમયમાં મોસંબી ખૂબ ફાયદાકારક છે, કારણ કે તે પાણીથી ભરપૂર છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. રોજ મોસંબીનો રસ પીવાથી ત્વચામાં નમી જળવાઈ રહે છે તથા પાચનતંત્ર પણ મજબૂત બને છે.

બદામઃ બદામમાં રહેલું વિટામિન E ત્વચાને અંદરથી પોષણ આપીને તેને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવે છે. દરરોજ 5 થી 7 બદામ ખાવાની ટેવ શિયાળામાં ખૂબ લાભદાયી છે. બદામને સ્નેક્સ તરીકે ખાઈ શકાય છે, તેમજ બદામનું દૂધ અથવા બદામ બટર રૂપે પણ તેનો સમાવેશ કરી શકાય છે.

પાલકઃ શિયાળામાં પાલક ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં રહેલા આયરન, એન્ટીઓક્સીડન્ટ અને વિટામિન C રક્તપ્રવાહ સુધારે છે તેમજ ત્વચાને પોષણ આપે છે. પાલકનું સૂપ, પાલક-પનીર અથવા સલાડના રૂપે તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર સ્વાભાવિક તેજપ્રકાશ આવવા લાગે છે.

ઘીઃ ઠંડીમાં શરીરને ગરમી આપવા અને ત્વચાને નરમ રાખવા ઘી ઉત્તમ માનવામાં આવે છે. ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ ત્વચાની નમી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. દરરોજ એક ચમચી ઘી રોટી પર, દાળમાં અથવા સવારની કોફીમાં ઉમેરીને લેવાથી શરીર અને ત્વચા બંનેને લાભ થાય છે.

આમળાઃ આમળા શિયાળાનું સુપરફ્રૂટ ગણાય છે. વિટામિન C થી સમૃદ્ધ આમળા ત્વચાને ટાઈટ રાખે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તમે તાજા આમળા ખાઈ શકો છો, તેનું જ્યૂસ પી શકો છો અથવા ચટણીના રૂપે તેનો ઉપયોગ કરી શકો છો.

આ સુપરફૂડ્સના નિયમિત સેવનથી શિયાળાની અસરથી ત્વચાને પૂર્ણ સુરક્ષા મળે છે અને ત્વચા આખો સિઝન નરમ, તેજસ્વી અને સ્વસ્થ રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code