
- નેશનલ હાઈવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે,
- હાઈવેની દરેક લેન માટે અલગ કેમેરાની વ્યવસ્થા ગોઠવાશે,
- ઓવરસ્પિડમાં દોડતા વાહનોની જાણ કંન્ટોલરૂમને થશે
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ સિક્સલેન નેશનલ હાઈવેનું કામ ધણા સમયથી ચાલી રહ્યુ છે, જેમાં 95 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે. અને માત્ર 5 ટકા કામ બાકી છે. જે મહિનામાં જ પૂર્ણ કરી દેવાશે, હાઈવેના સિક્સ લાઈનનું કામ પૂર્ણ થયા નવા બનાવેલા ટોલપ્લાઝા પણ કાર્યરત થઈ જશે. હાઈવેની દરેક લેનમાં અલગ સીસીટીવી કેમેરા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના દ્વારા ઓવરસ્પિડમાં દોડતા વાહનોનો મેસેજ કંન્ટ્રોલ રૂમને મળશે. અને ત્વરિત આ અંગે વાહન માલિકના મોબાઈલ પર મેસેજ આપીને વાહનની ગતિને કન્ટોલ કરવાની સુચના અપાશે, ઉપરાતં હાઈવે પર ચાર જેટલા કન્ટ્રોલરૂમ પણ શરૂ કરાશે.
અમદાવાદ- રાજકોટ વચ્ચે 193 કિમીના સિક્સલેન નેશનલ હાઈવે કામ હાલમાં 95 ટકા પૂરું થઈ ગયું છે. જે નવેમ્બર સુધીમાં પૂરું થઈ જશે. આ હાઈવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે. જેમાં વાહન ઓવરસ્પીડમાં હશે તો તરત જ કંટ્રોલરૂમને એલર્ટ મળશે અને તે વાહનચાલકોને ઓટોમેટિક મેસેજ મળશે કે તેમનું વાહન ઓવરસ્પીડમાં છે. આ ઉપરાંત એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી હાઇવે પરથી પસાર થનારા વાહનોની ગતિ, હવામાન સંબંધી ડેટા સિસ્ટમ, લાઈવ ટ્રાફિક કન્જેશન, ટ્રાફિક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈમરજન્સી સંદેશાથી માહિતગાર કરશે. જેના કારણે વાહનચાલકોની અમુક પ્રકારની સુવિધાઓમાં વધારો થશે. આ સિસ્ટમ ધુમ્મસ, ભારે વાહન, ધુમ્મસ અને અંધારામાં પણ કામ કરશે. પ્રદૂષણનું લેવલ વધશે તો તરત જ કંટ્રોલમમાં ડિસ્પ્લે પર મેસેજ આવશે. કોઈ કારણોસર ટ્રાફિક જામ થયો હશે તો પણ વાહનચાલકોને આગોતરી માહિતી મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર સિસ્ટમને ચલાવવા માટે 193 કિમીના હાઈવે પર 4 કંટ્રોલરૂમ બનાવવામાં આવશે. જેનાથી હાઈવે પર થતી ગતિવિધિઓની માહિતી સેન્ટર ખાતે કલેક્ટ કરાશે. સ્માર્ટ વેરિએબલ મેસેજ સાઈજન સિસ્ટમ હેઠળ રિયલ ટાઈમ ડિપ્લેમાં હવામાનની સ્થિતિ તેમજ બે વાહન વચ્ચેનું અંતર પણ જાણી શકાશે. વીડિયો સર્વેલન્સ સિસ્ટમથી રોડ પર દરેક લાઈન માટે વીડિયોગ્રાફી કરાશે. ઝૂમ કરીને ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનો પણ પકડી શકાશે.