1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદનો સ્થાપના દિવસ, અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે
અમદાવાદનો સ્થાપના દિવસ, અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે

અમદાવાદનો સ્થાપના દિવસ, અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે

0
Social Share

અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. આજે અમદાવાદીઓ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ મનાવી રહ્યા છે. 1000 વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવતા અમદાવાદે ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે.

  • અમદાવાદ શહેરની સ્થાપનાનો ઇતિહાસ?

ઈ.સ. 1411માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો વિજય થયો અને ગુજરાતમાં મુઝદફ્ફરી વંશની સ્થાપના થઈ. આજ વંશનાં રાજા અહેમદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા. ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની પાટણથી સ્થળાંતર કરવા માગતા હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તારમાં અમદાવાદની સ્થાપનાં કરી. સ્થાપના પછી અમદાવાદ સતત ભાગતુ જોવા મળ્યુ છે.

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમયનું ચક્ર આગળ વધ્યું , ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યાને પસંદ કરી. તેનું નામ આપ્યું ‘અહમદાબાદ’ અને સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.

  • અમદાવાદ શહેરનો ઈતિહાસ

મહાત્મા ગાંધી, સરદાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોના ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે. પોળ અમદાવાદની એક આગવી ઓળખ પણ છે. આધુનિક યુગમાં પોળનું ક્લચર અલગ જોવા મળે છે. અમદાવાદની કેટલીક પોળની સાંકળી ગલીઓ, ઘર આજે જોવાલાયક સ્થળ બની ચુક્યા છે.

જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે 360 જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી. પોળ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ પ્રાટોલી વડે થઈ છે, જેનો અર્થ બંધ વિસ્તારનો પ્રવેશ થાય છે. આજે અમદાવાદની પોળો જોવા ભારતના જ નહીં પણ વિદેશી મહેમાનો પણ આવે છે અને અહીંની કલા તેમજ સંસ્કૃતિને જાણે છે.

ભલે અત્યારે જમાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે પણ પોળની સંસ્કૃતિ ખૂબ અલગ છે, અહીં ઘણા જુનવાણી, પુરાનીક મકાનો આવેલા છે જેમના અનેક મકાનોને હેરિટેજ હોમ જાહેર કર્યા છે. જેમાં રહેતા પરિવારોની રહેણી કરણી પણ બિલકુલ અલગ જોવા મળે છે.

  • અમદાવાદમાં જોવા લાયક સ્થળો

અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઇમારતો, મંદિર મસ્જિદ, સંગ્રહાલય સહિત જોવાલાયક ઘણા ઐતિહાસિક અને આધુનિક સ્થળો છે. સીદી સઇદ જાળી, સાબરમતી રિવરફ્રન્ટ,  કાંકરિયા તળાવ, નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર, સાયન્સ સિટી, અમદાવાદના દરવાજાઓ, અમદાવાદની પોળો, સરખેજ રોજા, સાબરમતી સત્યાગ્રહ આશ્રમનો જોવા લાયક સ્થળોમાં સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code