1. Home
  2. ગુજરાતી
  3. વીમા કંપનીને નુકશાન પહોંચડનાર તત્કાલિન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા
વીમા કંપનીને નુકશાન પહોંચડનાર તત્કાલિન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા

વીમા કંપનીને નુકશાન પહોંચડનાર તત્કાલિન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા

0
Social Share

ગાંધીનગરઃ સીબીઆઇ કોર્ટે UIICL, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને સજા ફટકારી છે. એક મેનેજિંગ ડિરેક્ટર અને બે ખાનગી કંપનીઓના ડિરેક્ટરને વીમા દલાલીની કપટપૂર્ણ ચૂકવણી સાથે સંબંધિત કેસમાં કુલ રૂ. 5.91 કરોડ (બે આરોપી કંપનીઓ પર લાદવામાં આવેલા 5.52 કરોડ સહિત)ના કુલ દંડ સાથે 05 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

સીબીઆઈ કેસ માટે અમદાવાદ સ્થિત વિશેષ ન્યાયાધીશ, કોર્ટ નંબર 2 દ્વારા પાંચ આરોપીઓને  સજા ફટકારી છે. જેમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રની વીમા કંપની યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કોમોની લિડ (UIICL)ના તત્કાલીન ડિવિઝનલ મેનેજર મધુસુદન બી પટેલ, મેસર્સ આઇવરી ઇન્શ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પંકજ ગુપ્તા અને મેસર્સ સેફવે ઇન્શ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઇન્દ્રજોત સિંહને 5 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. તેમજ કુલ 5.91 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાં બે આરોપી પેઢી મેસર્સ આઇવરી ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ સેફવે ઇન્શ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડને 5.52 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. સીબીઆઈએ 06-02-2013ના રોજ આરોપી મધુસુદન બી. પટેલ, તત્કાલીન ડિવિઝનલ મેનેજર, યુઆઈઆઈસીએલ, અમદાવાદ, મેસર્સ સેફવે ઈન્સ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ અને અજાણ્યા અન્ય લોકો સામે વિવિધ વીમા પોલિસી જારી કરવા અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી આરોપીઓને ફાયદો કરાવવા બદલ કેસ નોંધ્યો હતો.

સીબીઆઇએ 06.02.2012ના રોજ યુઆઇઆઇસીએલ, અમદાવાદના તત્કાલીન ડિવિઝનલ મેનેજર મધુસુદન બી પટેલ સામે કેસ નોંધ્યો હતો. મેસર્સ આઇવરી ઇન્શ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ; મેસર્સ સેફવે ઈન્સ્યોરન્સ બ્રોકર પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય અજાણ્યા લોકો સામે વીમા સંબંધિત વિવિધ પોલિસી જારી કરવા અને સરકારી એક્સ ચેકરને નુકસાન પહોંચાડવાના આરોપસર તેમજ આરોપીઓને લાભ આપવાના આરોપસર કેસ નોંધ્યો હતો.

તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, આરોપી જાહેર કર્મચારી મધુસુદન બી પટેલ માર્ચ 2007થી નવેમ્બર 2010 દરમિયાન વિભાગીય કચેરી -06, યુઆઈઆઈસીએલ, અમદાવાદમાં કામ કરતા હતા. ત્યારે તેમણે ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ ઇન્સ્યોરન્સ, ગવર્નમેન્ટ ઇન્સ્યોરન્સ ફંડ (GIF)ને સહ-વીમા વ્યવસાય તરીકે વિવિધ ગ્રુપ જનતા પર્સનલ એક્સિડન્ટ પોલિસી જારી કરી હતી. આ પોલિસીઓને મહદુ ભાઈ પટેલ દ્વારા સહી કરી અને મેસર્સ આઇવરી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ અને મેસર્સ સેફવે ઇન્શ્યોરન્સ બ્રોકર્સના બ્રોકર્સ કોડ હેઠળ તેમના પોતાના યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને મૂકી હતી. ગુજરાત ઇન્શ્યોરન્સ ફંડ (GIF)એ ઉપરોક્ત પોલિસીઓ સીધી યુઆઈઆઈસીએલ પાસે મૂકી હતી અને કોઈ પણ દલાલોને કોઈ મેન્ડેટ લેટર આપ્યો ન હતો અને ઉપરોક્ત દલાલોને અધિકૃત કરવામાં આવ્યા ન હતા. આમ, યુઆઈઆઈસીએલને નુકસાન થાય અને ખાનગી દલાલોને ખોટો ફાયદો થાય તે માટે લાગુ પડતી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને રૂ.2,69,14,727/- ની દલાલી આપી હતી.

CBI દ્વારા 7-12-2012ના રોજ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં તે આરોપીઓનો પણ સમાવેશ થાય છે, જેમને અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને સજા ફટકારી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના 20 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને આરોપી વ્યક્તિઓ સામેના આરોપોના સમર્થનમાં 61 દસ્તાવેજો / પુરાવા પર આધાર રાખવામાં આવ્યો હતો. કોર્ટે, સુનાવણી બાદ આરોપીને દોષી ઠેરવ્યા હતા અને તે મુજબ તેમને સજા ફટકારી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code