1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી

0
Social Share

અમદાવાદ, 06 માર્ચ 2026: All political parties start preparations for local body elections ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંભવિત આગામી મે-2026માં યોજાવાની શક્યતા છે, અમદાવાદ સહિત મહાનગરપાલિકાની મુદત પુરી થતાં બે-ત્રણ દિવસમાં વહિવટી શાસન આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતમાં અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતની તેમજ નવ રચિત સુરેન્દ્રનગર, આણંદ સહિતની મહાનગરપાલિકાઓ તેમજ 260 તાલુકા પંચાયતો, 32 જિલ્લા પંચાયતો અને 71 નગરપાલિકાઓની ચૂંટણી આગામી 1 મે બાદ યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચે પણ ચૂંટણીલક્ષી તૈયારીઓ મોટાભાગે પૂર્ણ કરી દીધી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગઈકાલે જ ચૂંટણીલક્ષી વિવિધ કમિટીઓની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંભવ 1 મેના રોજ મતદાન યોજાય તેવી શક્યતા છે. ગુજરાત સ્થાપનાના દિનના દિવસે ગુજરાતમાં 260 તાલુકા ગુજરાતમાં પંચાયત, 32 જિલ્લા પંચાયત, 15 મહાનગરપાલિકા અને 71 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે આ માટે મતદાર મંડળો-યાદીને આખરી આપ આપવા પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ત્યારે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ચૂંટણીના માહોલને કારણે ગરમાવો આવશે.

રાજ્ય ચૂંટણી આયોગે SIR પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા-ECIની મતદાર યાદીને આધારે પંચાયતોમાં મતક્ષેત્રો અને પાલિકાઓમાં વોર્ડમાં બેઠકોની ફાળવણી માટે પ્રાથમિક જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા છે. સંભવતઃ માર્ચ મહિનાના અંત સુધીમાં તેને ફાઈનલ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. તેના બાદ એપ્રિલ મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણી જાહેર કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code