
નવી દિલ્હીઃ સંસદમાં ઓપરેશન સિંદૂર અંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલા જેવી ઘટના અંગે ચર્ચા થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની પણ ચર્ચા થવી જોઈએ. કાલે ઓપરેશન મહાદેવ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં સુલેમાન ઉફે ફેઝલ સહિત 3 આતંકવાદી સુરક્ષાદળોના અભિયાનમાં માર્યા ગયા હતા. સુલેમાન લશ્કર-એ તૈયબાના કમાન્ડર હતો. તે કેટલા આતંકવાદી ઘટનામાં સંડાવેયાલા હતા. આ ઉપરાંત અન્ય આતંકવાદી અફઘાન અને ઝીબરાન એ શ્રણીના આતંકવાદી હતા. પહેલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય આતંકવાદીઓ માર્યાં ગયા છે.
ઓપરેશન મહાદેવની શરૂઆતને લઈને અમિત શાહે જણાવ્યું હતું કે, 22 મે 2025ના રોજ રાતના સુરક્ષા મીટીંગ કરવામાં આવી હતી. એક વાગે ઘટના બની હતી અને સાંજે 5.30 કલાકે શ્રીનગર પહોંચી ગયો હતો. 23મીએ સુરક્ષા મીટીંગ કરવામાં આવી હતી. તેમાં તમામ સુરક્ષાદળો હાજર હતા. જેમાં આતંકવાદી દેશ છોડીને ભાગે નહીં તેની ચર્ચા કરાઈ હતી. 22મી મેના રોજ પ્રાચીમાં આતંકવાદી છુપાયાની માહિતી મળી હતી. સુરક્ષદળોએ આધુનિક ટેકનોલોજીના આધારે મેથી 22મી જુલાઈ સુધી પ્રયાસો કર્યાં હતા. 22મી જુલાઈના રોજ સેન્સરના માધ્યમથી આતંકવાદી છુપાયાની માહિતી મળી હતી. જેથી સુરક્ષાદળોએ આતંકવાદીને ઘેરવાનો પ્રયાસ કર્યાં હતા. કાલે જે ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં નિર્દોશ નાગરિકોને મારનાર ત્રણેય આતંકવાદી ઠાર મરાયાં હતા. એનઆઈએ તપાસ કરીને આતંકવાદીઓને મદદ કરનારની અટકાયત કરી હતી. તેમના મારફતે ઓળખ કરાવી હતી. આતંકવાદી ઘટના સ્થળ પરથી મળેલા કારતુસ એફએસએલ મોકલવામાં આવ્યું હતું. જેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ પાસેથી રાયફળ મળ્યાં હતા. જેને હરિયાણા મોકલીને તપાસ કરવામાં આવી હતી. જેથી માલુક પડ્યું હતું કે, ઘટના સ્થળ પરથી મળેલા 3 રાયફલથી હુમલો કરાયાનું ખુલ્યું હતું.
ઓપરેશન સિંદૂર હાથ ધરીને આતંકવાદીઓના આકાઓને ખતમ કરવામાં આવ્યાં હતા. હવે આ ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યાં છે.