ભાવનગર, 14 જુન, 2026 : Velavadar Black Deer Park to remain closed for 4 months વર્ષાઋતુમાં મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટમાં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મુલાકાતીઓ માટે આગામી તા.16 ને મંગળવારથી ચાર મહિના સુધી સુધી બંધ રહેશે.
ભાવનગરથી માત્ર 45 કિલો મીટર દુર વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, મદદનીશ વન સંરક્ષક કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર દ્વારા આગામી વર્ષાઋતુ દરમિયાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) મા કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે આગામી તા.16/6/2024 થી તા.15/10/2024 સુધી બંધ રાખવામાં આવશે, જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંધ લેવા જણાવ્યું છે.
વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહિ પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. બ્લેકબગ એટલે કે કાળીયાર હરણની એક પ્રજાતિ માટે ખુલ્લા ઘાસના મેદાન અને સમતલ જગ્યા સ્વર્ગ સમાન છે. આજે વેળાવદર ખાતે ઉદ્યાનમાં અને બહાર મળી કુલ 7 હજાર જેટલા કાળીયાર મુક્ત રીતે વિચરે છે. રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી અહિયાં કાળીયાર સાથે લગભગ 100 કરતા વધુ પ્રજાતિના પક્ષી, વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ પણ મુક્ત રીતે વસવાટ કરે છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વરુની સૌથી વધુ વસ્તી હોવાનું અનુમાન છે વરુઓની ઉંમર અંદાજે બે વર્ષની આસપાસની છે ભારતમાં અંદાજે 3000 હજાર જેટલા વરુઓ છે તેની સામે ભાવનગરમાં જ 100 થી વધુ વસવાટ કરી રહ્યા છે.


