
- સ્માર્ટસિટી પ્રોજેક્ટ્સ સ્કેમ યોજના બની ગઈ છે,
- સ્માર્ટ સીટી “સ્કીમ” હકીકતમાં ભાજપા શાસકોએ “સ્કેમ” બનાવી દીધી હોવાનો આક્ષેપ,
- સ્માર્ટસિટી પ્રોજેક્ટની તપાસ કેગ દ્વારા કરાવવા કોંગ્રેસની માગ
અમદાવાદઃ સ્માર્ટ સિટીના સપના દેખાડીને નાગરિકોની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરવવામાં નિષ્ફળ નીવડેલા ભાજપના ભ્રષ્ટ શાસકોના “વહીવટ”ના લીધે સ્માર્ટ સીટી સ્કીમ (યોજના) હકીકતમાં સ્કેમ (કૌભાંડ) બની ગઈ છે. સ્માર્ટ સિટીમાં રસ્તામાં ખાડા નહિ પણ ખાડામાં રસ્તા ઠેર ઠેર જોવા મળે છે. ભાજપના ભ્રષ્ટ શાસકોના લીધે ભુવા નગરી અને બિસ્માર રસ્તા સ્માર્ટ સિટીની ઓળખ બની હોય તેમ દેખાય છે. ત્યારે સ્માર્ટ સીટીના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ કરવી જોઈએ. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત મહાનગરોમાં નળ, ગટર, રસ્તા જેવી પાયાની બાબતો પર કરોડો રૂપિયાનો ખર્ચ પણ, જમીન હકીકત ઘણી જ જૂદી છે. સ્માર્ટ સીટી “સ્કીમ” હકીકતમાં ભાજપા શાસકોએ “સ્કેમ” બનાવી દીધી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સ્માર્ટ સિટીમાં પાણીના નિકાલ માટે પણ યોગ્ય આયોજનનો સંદતર અભાવ જોવા મળી રહ્યું છે. સ્માર્ટ સિટીમાં રસ્તામાં ખાડા નહિ પણ ખાડામાં રસ્તા ઠેર ઠેર જોવા મળે છે. ભાજપના ભ્રષ્ટ શાસકોના લીધે ભુવા નગરી અને બિસ્માર રસ્તા સ્માર્ટ સિટીની ઓળખ બની હોય તેમ દેખાય છે. 10 વર્ષ જેટલો સમય સ્માર્ટ સીટી સ્કીમને થયો હકીકતમાં આ દશ વર્ષ ભ્રષ્ટાચારમાં (સ્કેમ) અવલ્લ સાબિત ભાજપા શાસકોએ બનાવી દીધા છે. અમદાવાદ સહિત 6 શહેરોને સ્માર્ટ સીટી મિશન હેઠળ 20.000 કરોડ જેટલી માતબર રકમ વિવિધ પ્રોજેક્ટમાં મળી પણ મોટાભાગના પ્રોજેક્ટો પ્રજાલક્ષી સુવિધા માટે જોઈએ તેવા ઉપયોગી થયા નથી. છેલ્લા 20 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં વડોદરા અને સુરતના માનવસર્જિત પૂર એ ભાજપા શાસકોની જનતાને સ્માર્ટ ભેટ છે. સ્માર્ટ સિટીમાં બેફામ ભ્રષ્ટાચાર ગેરકાયદેસર બાંધકામ, ટેક્ષના નામે લૂંટ એ શહેરી વિસ્તારની વાસ્તવિક સ્થિતિ બની ગઈ છે. ઠેર ઠેર ખાડા, પાણી ભરાવવાના દ્રશ્યો, ભુવા સહિતની અનેક સમસ્યા સ્માર્ટ સીટીના કંટ્રોલ રૂમ CCTVમાં ના દેખાય પણ, શહેરી નાગરિકોને હેલ્મેટ/સીટબેલ્ટ સહિતના નામે બેફામ દંડ વસુલવા માટે CCTV નેટવર્ક સ્માર્ટ ઉપયોગ કરીને શહેરી નાગરીકો માટે લૂંટના કેન્દ્ર બની ગયા છે.
તેમણે કહ્યું હતું કે, અમદાવાદ શહેરનું 15502 કરોડ, વડોદરા શહેરનું 5558 કરોડ, સુરત શહેરનું 10 હજાર કરોડ, રાજકોટ શહેરનું 3118 કરોડ અને ગાંધીનગર શહેરનું 745 કરોડનું બજેટ માત્ર જે તે સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાની યોજના છે, આ પાંચ મહાનગરોનું 40.000 કરોડ જેટલું વાર્ષિક બજેટની જોગવાઈ છે તેમ છતાં પાંચ મહાનગરોના 100 લાખ કરતા વધુ જનતા માટે જાહેર પરિવહન વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી સમયસર, સ્ટ્રીટ લાઈટ, ગેરકાયદેસર બાંધકામ, વારંવાર ગટર ઉભરાવવાની, ઠેર ઠેર ગંદકી સહિત વધતા ટેક્ષના બીલો, તંત્રની આડોડાઈ, ટ્રાફિકની અવ્યવસ્થા, પાર્કિંગની અસુવિધા બીજીબાજુ કરોડો રૂપિયાના બજેટ કઈ વ્યવસ્થામાં અને કઈ તિજોરીમાં સ્માર્ટ રીતે સગેવગે થઇ રહ્યા છે તેની તપાસ “કેગ” દ્વારા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે