બજાણામાં પિતા-પૂત્રના એન્કાઉન્ટર કેસમાં Dy.SPની રિવિઝન અરજી કોર્ટે ફગાવી

0
122

સુરેન્દ્રનગર, 6 સપ્ટેમ્બર, 2026 : Court rejects Dy.SP’s revision petition in Bajana encounter case જિલ્લાના બજાણા ગામે વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં પોલીસ અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી હનિફખાનને પકડવા ખાનગી વાહનોમાં પહોંચી હતી. જ્યા પોલીસ અને આરોપી હમિફખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. અને પોલીસે  હનીફ ખાન અને તેના 13 વર્ષના પુત્ર મદીનખાન પર ફાયરિંગ કરતા બન્ને પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા. આ બનાવમાં પોલીસ સામે આક્ષેપો થતાં તેની તપાસ માટે એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવવામાં આવી હતી. ધાંગધ્રાના ડીવાયએસપી જુગલ પુરોહિતને તેના મુખ્ય અધિકારી બનાવાયા હતા.આ અંગેનો કેસ કોર્ટમાં તાલી રહ્યો હતો ત્યારે તપાસ અધિકારી એવા પુરોહિતે સમરી ભરતા કોર્ટે પુરવા જોઈને સમરી રદ કરી દીધી હતી. ત્યારબાદ ધાંગધ્રા કોર્ટમાં રિવિઝન અરજી પણ દાખલ કરવામાં આવી હતી તે પણ કોર્ટ દ્વારા ફગાવી દીધી છે.

આ એન્કાઉન્ટર કેસમાં આરોપી મૃતક હનીફ ખાન અને મદીનખાનના વકીલે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે આત્મરક્ષણ માટે ફાયરિંગ કર્યું હતું. જોકે, તપાસ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના પુરાવા મળ્યા પછી જાણવા મળ્યું કે મૃતકો દ્વારા માત્ર બોલાચાલી કરવામાં આવી હતી પોલીસે જે ધારિયા વડે હુમલો થયો હોવાનું જણાવ્યું હતું, તેના પર લોહીના કોઈ નિશાન મળ્યા ન હતા. FSL રિપોર્ટમાં પણ આ વાત સાબિત થઈ હતી. કોર્ટે PSI વી.એન. જાડેજા સહિત સાત પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. SIT ટીમને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા કહેવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદ દાખલ થયા પછી ધાંગધ્રા ડીવાયએસપી જુગલ પુરોહિતે ચાર્જશીટ રજૂ કરવાને બદલે કેસમાં સમરી (બંધ કરવાની અરજી) ભરી દીધી હતી. વકીલે કોર્ટમાં તેનો વિરોધ કર્યો. પાટડી કોર્ટે આ સમરી રદ કરી દીધી હતી. પાટડી કોર્ટે સમરી રદ કરીને કેસ આગળ ચલાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, ડીવાયએસપી જુગલ પુરોહિતે આ અંગે ધાંગધ્રા કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી.

આ રિવિઝન અરજી પર કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા અને જરૂરી પુરાવા તપાસ્યા બાદ પુરાવાના આધારે, કોર્ટે ડીવાયએસપી દ્વારા કરાયેલી રિવિઝન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કેસ આગળ ચલાવવાના આદેશ આપ્યા છે.