Homeગુજરાતીગુજરાતગાંધીનગર નજીક પગ લપસતા કેનાલમાં પડેલા એન્જિનિયર યુવાનનું મોત

ગાંધીનગર નજીક પગ લપસતા કેનાલમાં પડેલા એન્જિનિયર યુવાનનું મોત

ગાંધીનગર, 6 સપ્ટેમ્બર, 2026 :  Young engineer dies after falling into canal શહેર નજીક આવેલી અંબાપુર કેનાલ પર ફરવા માટે આવેલો એન્જિનિયર યુવાન પગ લપસતા કેનાલમાં પડ્યો હતો. યુવાનને બચાવવા માટે એરફોર્સમાં નોકરી કરતા તેના બનેવી ગૌરવ યોગી અને પૂત્રીએ પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે સ્થાનિક લોકોએ ગૌરવ યોગી અને પૂત્રીને બહાર કાઢી બચાવી લીધા હતા. જ્યારે ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ત્રણ દિવસની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, લેકાવાડા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગૌરવ યોગી તેમના સાળા અંકિત અને બે બાળકો સાથે સમી સાંજે અંબાપુર કેનાલ પર ફરવા ગયા હતા. આ સમયે અંકિતનો પગ લપસતાં તે પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. સાળાને બચાવવા ગૌરવભાઈ કૂદતાં તેઓ પણ ડૂબવા લાગ્યા હતા, જે જોઈ તેમની નાની દીકરી ગભરાટમાં પાણીમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ હિંમત દાખવીને પિતા-પુત્રીને ઉગારી લીધા હતા, પરંતુ અંકિત તણાઈ ગયો હતો.

આ બનાવ અંગે અડાલજ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. ગુરુવાર મોડીસાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવાયું હતું, પરંતુ અંધારું થઈ જતાં રેસ્ક્યૂ સ્થગિત કરવું પડ્યું હતું. બીજા દિવસે શુક્રવારે બહિયલના કુશળ તરવૈયાઓની મદદ લેવા છતાં કોઈ સફળતા મળી ન હતી. પાણીનો પ્રવાહ તેજ હોવાથી અંકિત ઘણે દૂર તણાઈ ગયો હોવાની આશંકાએ શનિવારે પણ આગળના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રખાયું હતું. ત્રણ દિવસની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular