
બ્રશ કર્યા પછી તરત ચા પીવી જોખમી, દાંતોને થશે નુકસાન
મોટાભાગના ભારતીયો સવારની શરૂઆત એક કપ ચા સાથે કરે છે, જે ગ્રીન ટી, બ્લેક ટી અથવા મિલ્ક ટી કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. ઘણા લોકો વચ્ચે દાંત સાફ કર્યા પછી તરત ચા પીવી કે થોડીવાર રાહ જોઈને પીવી એ બાબત પર ગેરસમજ હોય છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે, બ્રશ કર્યા પછી તરત ચા પીવી દાંત માટે નુકસાનકારક હોઈ શકે છે.
અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ (NIH) અનુસાર, દાંત પર વારંવાર એસિડનો સંપર્ક થવાથી દાંત કમજોર બની શકે છે. બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી આ પ્રક્રિયા ઝડપી બની જાય છે. બ્રશ બાદ દાંત થોડા સંવેદનશીલ થઈ જાય છે, અને ચામાં રહેલા ટેનીન દાંતની સપાટી પર ચોંટી જાય છે, જેના કારણે દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે.
ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે. પરંતુ બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી ફ્લોરાઇડનું સ્તર ઝડપથી દૂર થઈ શકે છે. ખાસ કરીને લીંબુવાળી અથવા દૂધ વગરની ચા એસિડિક હોય છે. જ્યારે બ્રશ અને ટૂથપેસ્ટથી દાંતની સપાટી નરમ બની હોય, ત્યારે એસિડ તેને વધુ નરમ કરી શકે છે, જે દાંત પર ડાઘ છોડે છે અને દાંતની ચમક ધીરે ધીરે ઘટે છે.
વિજ્ઞાનીઓની સલાહ પ્રમાણે, બ્રશ કર્યા પછી ઓછામાં ઓછા 30-60 મિનિટ રાહ જોવી જોઈએ. આ દરમિયાન પાણી પીવું, કોટળા કરવું, અથવા કેલ્શિયમયુક્ત ખોરાક (દૂધ, દહીં, વગેરે) ખાવું કે પીએચ સંતુલિત રહે તે માટે મદદરૂપ થાય છે. દાંતની સલામતી માટે સવારની ચા પીવાની આ આદત બદલવી જરૂરી છે, નહીં તો લાંબા સમય પછી દાંત પર નકારાત્મક અસર થઈ શકે છે.