1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં મ્યુનિના ડમ્પરની અડફેટે સાયકલચાલક વૃદ્ધનું મોત
વડોદરામાં મ્યુનિના ડમ્પરની અડફેટે સાયકલચાલક વૃદ્ધનું મોત

વડોદરામાં મ્યુનિના ડમ્પરની અડફેટે સાયકલચાલક વૃદ્ધનું મોત

0
Social Share

વડોદરા, 8 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડસર બ્રિજ પાસે સર્જાયો હતો, શહેરના વડસરબ્રિજ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરે સાઇકલ પર જઈ રહેલા એક સાઇકલચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. જેના કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  શહેરના વડસરબ્રિજ પાસેના રોડ પરથી વૃદ્ધ વ્યક્તિ સાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાનું ડમ્પર ડીઝલ પુરાવીને પેટ્રોલ પંપની બહાર આવી રહ્યું હતું અને ડમ્પરે સાયકલસવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. એના પગલે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. આ અકસ્માત બાદ ડમ્પરચાલક ડમ્પર મુકીને નાસી ગયો હતો. આ અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સર્જનાર ડમ્પરચાલક સામે લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી અને અકસ્માતના કારણે વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત બન્યો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અકસ્માત સર્જી ફરાર ડમ્પરચાલક શોધખોળ શરૂ કરી છે તેમજ મૃતક વૃદ્ધની ઓળખ કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code