1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ
વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ

વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ

0
Social Share

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ શહેરમાં આજે આગના બે બનાવો બન્યા હતા, પ્રથમ બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની ટીમ દ્વારા 100 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરાયા હતા, જ્યારે શહેરના  ઇસ્કોન મંદિર નજીક આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફેબ્રિકેશનને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આગના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ લાગતા આખા બિલ્ડિંગ તથા કેમ્પસમાં ભાગદોડી મચી હતી. આગ લાગ્યાની જાણ ફાયર બિગ્રેડને કરાતાં નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં 25થી વધુ ફાયરકર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી. આગની ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પહોંચ્યા હતા. ફાયરની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા 100થી વધુ લોકોનું સ્નોરકેલથી નીચે ઉતારીને રેસ્ક્યુ કર્યું હતુ. આગ લાગતા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતા, જેના કારણે ચારથી પાંચ લોકોને ગુંગળામણ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે રિયલ એસ્ટેટની ઓફિસમાં આગ લાગી હતી. જેને પગલે ફર્નિચર સહિતનો તમામ સામાન બળી ગયો હતો.દોડધામ મચતા ઉપર ગયેલા લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. કાચ તોડીને ધૂમાડો બહાર કાઢવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો છે.

 આગના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના ઈસ્કોન મંદિર પાસે આવેલી GS ટીવીની ઓફિસ પાછળ આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી. તુરંત જ ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. 40 જવાનોએ આગ કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. વ્હીલચેરનું કામ કરવા માટે ફ્રેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં ફબ્રિકેશનને કારણે આગ લાગી હોય એવું બની શકે છે. ધૂમાડો ખૂબ હોવાથી વેન્ટિલેશનનું કામ કરવામાં આવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code