1. Home
  2. ગુજરાતી
  3. કેરળમાં ગમખ્યાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત
કેરળમાં ગમખ્યાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

કેરળમાં ગમખ્યાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

0
Social Share

બેંગ્લોરઃ કેરળના પલક્કડ-કોઝિકોડ નેશનલ હાઈવે પર અયપ્પંકવુ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પાંચ લોકોના મોત થયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર પલક્કડ તરફથી આવતી મોટરકાર અને સામેથી આવતી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં કાર ટ્રકમાં ફસાઈ ગઈ હતી. દૂર્ઘટનામાં વિજેશ (ઉ.વ. 35), રમેશ (ઉ.વ. 31), વિષ્ણુ (ઉ.વ. 30) અને મોહમ્મદ અફઝલ (ઉ.વ 17)ના મોત થયા હતા. જ્યારે હજુ એક વ્યક્તિની ઓળખ થઈ ન હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયાં હતા. પોલીસને શંકા છે કે ભારે વરસાદને કારણે કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર કોઈમ્બતુર તરફ જઈ રહેલી એક ટ્રક સાથે અથડાઈ હતી.

પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને વાહનને કાપીને મૃતદેહ અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જ્યારે ભારે વાહનના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતની ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code