1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જતા મોત
અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જતા મોત

અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જતા મોત

0
Social Share

અમદાવાદ, 05 માર્ચ 2026: Four youths drown while bathing in Sabarmati river શહેરના કૂબેરનગર વિસ્તારમાં ગઈકાલે ધૂળેટી રમ્યા બાદ સાબરમતી નદીમાં નહાવા ગયેલા ચાર યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા હતા.આ બનાવની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી. અને ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે મોકલી અપાયા હતા. આ દુઃખદ બનાવથી કૂબેરનગરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવની વિગતો એવી છે કે,  શહેરના કોતરપુર વોટર વર્કસ પાછળ સાબરમતી નદી પસાર થાય છે. ગઈકાલે ધુળેટીના તહેવારમાં રંગોત્સવ માણ્યા બાદ કુબેરનગર વિસ્તારમાં રહેતા સાહિલ, પિયુષ, દુર્ગેશ અને સન્ની નામના મિત્રો સાબરમતી નદીમાં નાહવા માટે ગયા હતા. કોતરપુર વોટર વર્કસ પાછળ નદીમાં નાહવા માટે પડ્યા હતા, ત્યારે અચાનક જ ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ ત્રણ યુવકો ડૂબતા જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા નદીમાં શોધખોળ હાથ કરવામાં આવી હતી જેમાં ત્રણની જગ્યાએ ચાર જેટલા યુવકો મળી આવ્યા હતા. ચારેય યુવકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. જેમણે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અને મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code