
- સહાય માટે સ્કૂલનું મકાન મંડળ અથવા ટ્રસ્ટનું હોવું જરૂરી,
- વિજ્ઞાન પ્રવાહ અને ગર્લ્સ સ્કૂલને પ્રાથમિકતા, ગુણોત્સવ ધ્યાને લેવાશે,
- બિન આદિજાતિ વિસ્તારમાં 75% અને આદિજાતિ વિસ્તારમાં 65% પરિણામ ફરજિયાત
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બોર્ડનું પરિણામ ઉંચુ આવે તે માટે પરિણામને આધારે આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને તેના માટેના માપ-દંડ ઘડી કાઢવામાં આવ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે બોર્ડના પરિણામમાં બિન આદિજાતિ વિસ્તારમાં ઓછામાં ઓછી 75% અને આદિજાતિ વિસ્તારમાં 65% પરિણામ ફરજિયાત છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની માળખાકીય સુવિધાઓ સુધારવા આર્થિક સહાય યોજના જાહેર કરી છે. સત્તાવાર ઠરાવ મુજબ સહાય મેળવવા માટે છેલ્લા ત્રણ વર્ષનું ધોરણ-10 અને12નું શિક્ષણ બોર્ડનું પરિણામ, ગુણોત્સવનું પરિણામ અને વિદ્યાર્થીઓની હાજરી જેવા માપદંડો પૂર્ણ કરવાના રહેશે. સહાય માટે શાળાનું મકાન મંડળ અથવા ટ્રસ્ટની માલિકીનું હોવું ફરજિયાત છે. ધોરણ 9-10 ધરાવતી શાળાઓમાં ઓછામાં ઓછી 50 અને ધોરણ 9-12 ધરાવતી શાળાઓમાં ઓછામાં ઓછી 100 વિદ્યાર્થી હોવા જરૂરી છે. સહાયમાં 80 ટકા રકમ રાજ્ય સરકાર અને 20 ટકા રકમ શાળા સંચાલક મંડળ દ્વારા ભોગવવાની રહેશે. બોર્ડના પરિણામ માટે બિન આદિજાતિ વિસ્તારમાં ઓછામાં ઓછી 75% અને આદિજાતિ વિસ્તારમાં 65% પરિણામ ફરજિયાત છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુણોત્સવમાં શહેરી વિસ્તારમાં 1 વર્ષ A+ અને 2 વર્ષ A ગ્રેડ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 વર્ષ A ગ્રેડ કે વધુ ફરજિયાત છે. છેલ્લા શૈક્ષણિક વર્ષમાં હાજરી ઓછામાં ઓછી 80% હોવી જોઈએ. વિજ્ઞાન પ્રવાહ, કન્યા શાળાઓ અને વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓને પ્રાથમિકતા મળશે. કામગીરી પૂર્ણ થયા બાદ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનું બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે. મકાન મંડળ/ટ્રસ્ટની માલિકીનું હોવું જોઈએ,