અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26 મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે બોર્ડ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન સેવા પણ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દુર કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં.આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26મી ફેબ્રુઆરીથી લેવાનારી પરીક્ષામાં ધોરણ 10 ના 9,07,175 વિધાર્થીઓ, ધોરણ 12 સાયન્સના 1,19,263 વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 15,27,724 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 1006 કેન્દ્રો અને 3243 બિલ્ડિંગમાં પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં ધોરણ 10 અને 12 ના 3,74,628 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધો.10 માં 2,24,787, ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,23,011 અને વિજ્ઞાન પ્રવાહમાં 26830 વિદ્યાર્થીઓ છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે નવી શિક્ષણ નીતિ અનુસાર પરીક્ષામાં 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે એટલે કે વિદ્યાર્થીઓને એક સવાલ ન આવડતો હોય તો તેના અથવામાં બીજો ઓપ્શન આપવામાં આવશે જેને કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં સરળતા રહેશે.
આ વર્ષે 5070 દિવ્યાંગ વિધાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય રીતે અત્યાર સુધી પરીક્ષામાં 3 કલાકનો સમય આપવામાં આવે છે પરંતુ આ વર્ષથી પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે એટલે કે દિવ્યાંગ વિધાર્થીઓને 60 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો કડક કાર્યવાહી કરાશે


