Homeગુજરાતીગુજરાતગુજરાતમાં સરેરાશ વરસાદની 12 ટકા ઘટ, કચ્છમાં માત્ર 30 ટકા વરસાદ પડ્યો

ગુજરાતમાં સરેરાશ વરસાદની 12 ટકા ઘટ, કચ્છમાં માત્ર 30 ટકા વરસાદ પડ્યો

અમદાવાદ, 1 સપ્ટેમ્બર, 2026 :  Gujarat saw a 12 percent decrease in average rainfall ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન વરસાદની સરેરાશ 12 ટકા ઘટ છે. છેલ્લા 3 વર્ષની તુલનાએ અત્યાર સુધીમાં રાજ્યમાં 75.31 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 103.56 ટકા,  મધ્ય ગુજરાતમાં 74.92 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા, સૌરાષ્ટ્રમાં 56.2 ટકા અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 29.29 ટકા જ પડ્યો છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો તેમજ કચ્છ જિલ્લામાં સૌથી ઓછા વરસાદને લીધે દૂષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર- કચ્છ  અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન પુરતો વરસાદ પડ્યો નથી. રાજ્યમાં 27 જળાશયો જ 100 ટકા ભરાયા છે, જ્યારે 75 જળાશયો તો 25 ટકા પણ ભરાયા નથી. જોકે રાહતની બાબત એ છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ 87.99 ટકા ભરાયો છે. એટલે રાજ્યમાં પીવાના કે સિંચાઈના પાણીની કોઈ સમસ્યા ઊભી થશે નહીં, રાજ્ય સરકારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના તમામ જળાશયો સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરી દેવાનો નિર્ણય કર્યો છે.

હવામાન વિભાગના કહેવા મુજબ  સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા પણ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશા અને ગંગેટિક પશ્ચિમ બંગાળ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular