
- નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા,
- નવા વાડજમાં અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી,
- રીનોવેશન કરેલા સરદારબાગનું પણ લોકાર્પણ કર્યું
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં ગોતા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ, 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગનું શાહના હસ્તે લોકાર્પણ, તેમજ રાણીપ વોર્ડમાં અહલવાડીયા તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ બાદ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. અને લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જે બાદ તેઓએ લાલદરવાજા સ્થિત ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કર્યા હતા.
અમિત શાહ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોતા અને ચાંદલોડિયા વોર્ડમાં નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યુ હતુ. આ તમામ કાર્યક્રમો બાદ તેઓ ઘાટલોડિયાના સોસાયટી ચેરમેન અને સેક્રેટરીઓ સાથે મુલાકાત કરી હતી. આજે સાંજે ગાંધીનગર ખાતે જનરક્ષક અભિયાનના 500 જેટલા વાહનો, ગુજરાત પોલીસના 534 જેટલા વાહનો અને ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત 217 કરોડના ખર્ચે બનાવેલા આવાસોનું અમિત શાહ લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન અને આરતી કરી હતી. જ્યાં મંદિરે દર્શન કરવા આવેલા સ્થાનિક લોકોને પણ મળ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યુ હતુ. જેમાં ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદલોડિયા વોર્ડમાં ઓશિયા હાઇપરમાર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યુ હતુ. ત્યારબાદ રાણીપ વોર્ડમાં અહલવાડીયા તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. તેમજ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. સોલા સિવિલ ખાતે ચાલતા કુસુમબા ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રમાં જે કાર્યકર્તાઓ કામગીરી કરે છે. તમામ કાર્યકર્તાઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મળ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લાલ દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલા સરદારબાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદાજે 12 કરોડથી વધુના ખર્ચે ટોરેન્ટ પાવર ગ્રુપ દ્વારા સરદારબાગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સરદારબાગને આજથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ટોરેન્ટ પાવર ગ્રુપના ચેરમેન દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સરદાર બાગમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા ને પુષ્પાંજલિ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ગોતા વોર્ડમાં અંદાજીત ₹3.84 કરોડના ખર્ચે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક નાગરિકોને ઘરઆંગણે નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મળી રહેશે. જેમાં જનરલ OPD, સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે નિષ્ણાત ડોક્ટરોની સેવા, રસીકરણ, લેબોરેટરી અને દવાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે.