
તમે જોબ કરો છો તો ‘ડેડ બટ સિંડ્રોમ’થી પીડિત હોઈ શકો છો, જાણો તેના પ્રારંભિક લક્ષણો
હવે વર્ક ફ્રોમ હોમ અને ઓફિસ જોબ એક કલ્ચર બની ગયું છે. આખા દિવસ સ્ક્રિન સામે બેસીને કામ કરવાના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે.
• ડેડ બટ સિંડ્રોમ
સતત બેસી રહેવાના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ડેસ્ક જોબને કારણે ખભા અને કરોડરજ્જુમાં દુખાવો થાય છે.
સતત ખુરશી પર બેસી રહેવાના કારણે આંખ અને શરીર બંન્નેને થાકી જાય છે. અને પછી ધીમે ધીમે હાઈ બીપી અને હ્રદય રોગનું જોખમ વધી જાય છે.
ડેડ બટ સિંડ્રોમને ક્લિનિકલ ભાષામાં ગ્લુટેસ મેડીયસ ટેન્ડિનોપેથી કહેવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે થાય છે, જ્યારે વધુ પડતું બેસવાને કારણે શરીર પર અસર થાય છે. હિપ્સ અને સ્નાયુઓમાં દુખાવો થાય છે.
તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સબંધીત સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે ગ્લુટ સ્નાયુઓનો ઉપયોગ પેલ્વિસને સ્થિર કરવા અને મુદ્રા જાળવવા માટે થાય છે.
સારી મુદ્રા જાળવવા માટે આરામદાયક ખુરશી પણ ખૂબ જ જરૂરી છે. જો તેને સમયસર ગંભીરતાથી લેવામાં ના આવે તો ઘણી બીમારીઓ થઈ શકે છે.