Homeગુજરાતીગુજરાતસુરતમાં કારચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા બે બાઈકને અડફેટે લીધી

સુરતમાં કારચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા બે બાઈકને અડફેટે લીધી

સુરત, 4 સપ્ટેમ્બર, 2026 : Driver hits two bikes after pressing accelerator instead of brake શહેરમાં પૂરફાટ ઝડપે દાડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. શહેરના સરથાણા વિસ્તારમાં પૂર ઝડપે કારચાલકે બે બાઈકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈકચાલક ફંગોળાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં કારચાલક 19 વર્ષીય આર્યન ધડુકએ કહ્યું હતું કે, ઘટના સ્થળે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પાછળથી અન્ય વાહનચાલકો સતત હોર્ન વગાડી રહ્યા હતા. જેના કારણે તે ઉતાવળમાં ઝડપથી ટ્રાફિકમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ જતાં કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના પુણાગામ સીતાનગર ચોકડી પાસે રહેતા અને દરજીકામનો વ્યવસાય કરતા 40 વર્ષીય અશોકભાઈ મેઘજીભાઈ બાંભણીયા સાંજના સમયે પોતાની સાઈન બાઈક (GJ-05-LR-6325) લઈને નીકળ્યા હતા. સાવલીયા સર્કલથી રાધેપાર્ક તરફ જવાના રોડ પર સહજાનંદ સ્કૂલના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે ધસી આવેલી કાર (GJ-05-CM-5903)ના ચાલકે અશોકભાઈ સહિત બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકચાલક કાર સાથે 10 ફૂટ દૂર સુધી ઢસડાયા હતા.  અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત અશોકભાઈને રસ્તાની બાજુમાં બેસાડ્યા હતા. આ અકસ્માતમાં તેમને જમણા હાથના ભાગે ગંભીર ફ્રેક્ચર તેમજ શરીરના અન્ય ભાગો પર છોલાવાથી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ પરિવારજનોને કરાતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી કાર લઈને નાસી છૂટ્યો હતો. આ મામલે સરથાણા પોલીસ મથકમાં બીએનએસ તથા મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીઆઈ ડી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.પી. બારૈયા તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સિસના આધારે 19 વર્ષીય આરોપી આર્યન સંજયભાઈ ધડુકને ઝડપી પાડ્યો હતો.  પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી આર્યન ધડુકે કબૂલાત કરી હતી કે, ઘટના સ્થળે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પાછળથી અન્ય વાહનચાલકો સતત હોર્ન વગાડી રહ્યા હતા. જેના કારણે તે ઉતાવળમાં ઝડપથી ટ્રાફિકમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ જતાં કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ લોકોના રોષ અને ડરના કારણે તે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular