
- સાઈકલીંગ અને તાઈકવૉન્ડો રમતમાં ગુજરાતનું ગૌરવ વધારતી મુસ્કાન ગુપ્તા અને ટ્વીશા કાકડિયા,
- ગુજરાતના કુલ 230 ખેલાડીઓ 25 રમતોમાં સહભાગી બની
ગાંધીનગગરઃ ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના યુવાનોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ અને સહભાગીતા વધે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વર્ષોથી ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. ખેલ મહાકુંભના આયોજનથી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં વિવિધ મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે.
ગુજરાતના સુરત શહેરમાં રહેતી મુસ્કાન ગુપ્તાએ 38મી નેશનલ ગેમ્સમાં ઉતરાખંડ ખાતે સાયકલીંગ રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું, 11મી ખેલ મહાકુંભની આવૃત્તિમાં મુસ્કાને સર્વપ્રથમ સાયકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, આ પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ એનું સપનું હતું કે, નેશનલ ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવવો એ સપનું તેને સાકાર કર્યું છે, જ્યારે મુસ્કાને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની C.O.E. સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજના હેઠળ તાલીમ મેળવી આજે 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મે જીત્યો છે. ગત વર્ષે 37મી નેશનલ ગેમ્સમાં મને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો, ત્યારબાદ મારા કોચ અને ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સની તાલીમથી આજે મારું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સાકાર થયું છે.
મુસ્કાન ગુપ્તાને ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત ખેલ પ્રતિભા પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસ્કાનની વિશેષ સિદ્ધિઓમાં 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ સાયકલીંગ(રોડ) ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ (SGFI), ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં ગોલ્ડ મેડલ, 11માં ખેલ મહાકુંભમાં સાઈકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ, 37મી નેશનલ ગેમ્સ ગોવા ખાતે સિલ્વર મેડલ, 64મી નેશનલ સ્કૂલ ગેમ્સ સાયકલીંગ(રોડ) ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ SGFI, ૨૯મી રોડ સાયકલીંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2020માં સિલ્વર મેડલ, નેશનલ ખેલો ઇન્ડિયા મહિલા લીગ 2023માં સિલ્વર મેડલ, બીજી નેશનલ રોડ સાયકલીંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને 24મી નેશનલ રોડ સાયકલીંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ગુજરાતના સુરત શહેરની દીકરી ટ્વીશા કાકડિયાએ ગોવા ખાતે 37મી નેશનલ ગેમ્સ અને ઉતરાખંડ ખાતે 38મી નેશનલ ગેમ્સમાં ટેક્વોન્ડો રમતમાં સતત બે વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ખેલ મહાકુંભના માધ્યમથી ટ્વીશા કાકડિયા એ રમત ગમત ક્ષેત્રે એક આગવું નામ હાંસલ કર્યું છે. તેણે ગુજરાત સરકારના ખેલ મહાકુંભ તેમજ સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજનાનો આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની આ યોજનાઓ થકી આજે નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સાકાર થયું છે, સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજના હેઠળ ટ્વીશા છેલ્લા 8 વર્ષથી ટેક્વોન્ડો રમતની તાલીમ મેળવી રહી છે, ટ્વીશાએ સતત 6 વર્ષથી ખેલ મહાકુભમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ટ્વીશા કાકડિયા દ્વારા વિશ્વ ટેક્વોન્ડો ચૅમ્પિયનશિપ, અઝરબૈજાનમાં ભાગ લીધો હતો, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા 2019-20માં બ્રોન્ઝ મેડલ, બીજી ખેલો ઈન્ડિયા વિમેન્સ નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ, ધારવાડમાં ગોલ્ડ મેડલ, 38મી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2023 પુડુચેરીમાં ગોલ્ડ મેડલ, 40મી નેશનલ સિનિયર ટેકવોન્ડો ચેમ્પિયનશિપ, પોંડિચેરીમાં ગોલ્ડ મેડલ તેમજ 39મી નેશનલ સિનિયર ક્યોરુગીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.