1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ચોકી ઉપર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો
જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ચોકી ઉપર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો

જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ચોકી ઉપર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો

0
Social Share

• આતંકવાદીઓએ બે ગ્રેનેડ ફેંડ્યા હતા
• બે પૈકી માત્ર એક જ ગ્રેનેડ ફાટ્યો હતો
• આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદી પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાની ચોકી પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ આર્મી પોસ્ટ પર બે ગ્રેનેડ ફેંક્યા હતો જો કે તે પૈકી માત્ર એક જ વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડમાંથી એકની સેફ્ટી પિન આર્મી કેમ્પની પરિમિતિ દિવાલ પાસે મળી આવી હતી. આ ઘટના બાદ સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. તેમજ આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code