
તામિલનાડુના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની બેઠક યોજાઈ
બેંગ્લોરઃ તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં આજે વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં યોજાઈ રહી છે. બેઠકમાં અન્ય લોકો સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી પણ સામેલ છે. બેઠકમાં શરૂઆતના તબક્કામાં સંઘવાદ અને સીમાંકનના મુદ્દાઓ સહિત અનેક વિષય પર પણ ચર્ચા થશે.
પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં સ્ટાલિને કહ્યું, કેન્દ્ર દ્વારા નિર્ધારિત સીમાંકન એજન્ડાએ લોકશાહી સંઘવાદ અને રાજ્યોના સમાન પ્રતિનિધિત્વને નબળું પાડ્યું છે. તેમણે પરિસ્થિતિનું મુલ્યાંકન કરવા એકનિષ્ણાત પરિષદની રચના કરવાની પણ હાકલ કરી. જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને દેશની વિવિધતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો.
tags:
Aajna Samachar Breaking News Gujarati Chairmanship Chief Minister Fair Delimitation Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Joint Action Committee Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS meeting held Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar tamil nadu viral news