1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહબાળનું મોત
ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહબાળનું મોત

ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહબાળનું મોત

0
Social Share

અમરેલી, 14 મે 2026: Lion cub dies after being hit by unknown vehicle ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા તેનું કરુણ મોત નિપજ્યું છે. સિંહબાળનો હાઈવે પર મૃત હાલતમાં જોતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજુલા તાલુકાના દાતરડી ગામ પાસેથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. આશરે 1 વર્ષની ઉંમરનું સિંહબાળ રસ્તો ઓળંગી રહ્યું હતું, ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે માસૂમ સિંહબાળનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સિંહબાળનો હાઈવે પર મડત હાલતમાં જોતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં અગાઉ પણ અનેકવાર સિંહ અને દીપડાઓના વાહનોની અડફેટે કે ટ્રેનની નીચે આવી જવાથી મોતના બનાવો બની ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ વન વિભાગ અને તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.  હાઈવે પર વન્યજીવોની અવરજવર વાળા વિસ્તારોમાં સ્પીડ લિમિટનું પાલન કરાવવામાં આવે તેવી માગ ઊઠી છે. સ્થાનિક લોકો અને સિંહપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જવાબદાર વાહનચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે હાઈવે પર યોગ્ય ફેન્સિંગ અથવા અન્ડરપાસ જેવી વ્યવસ્થાઓ કરવી જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code