1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલના ગંજીવાડા વિસ્તારમાં લાકડાના કારખાનામાં લાગી ભીષણ આગ
ગોંડલના ગંજીવાડા વિસ્તારમાં લાકડાના કારખાનામાં લાગી ભીષણ આગ

ગોંડલના ગંજીવાડા વિસ્તારમાં લાકડાના કારખાનામાં લાગી ભીષણ આગ

0
Social Share

રાજકોટ, 4 મે 2026Massive fire breaks out in wood factory  જિલ્લાના ગોંડલ શહેરના ગંજીવાડા વિસ્તારમાં આવેલા ‘ભગવાન એન્ટરપ્રાઇઝ’ નામના લાકડાના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. લાતીમાં લાકડાનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. પાંચ કલાકથી વધુ સમયથી ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

આ બનાવની વિગત એવી છે કે, ગોંડલ શહેરના ગંજીવાડા વિસ્તારમાં આવેલા ‘ભગવાન એન્ટરપ્રાઇઝ’ નામના લાકડાના કારખાનામાં ગત મોડી રાત્રે આશરે 3 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. લાકડાનો છોલ હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આગની જાણ થતાં જ ગોંડલ, રાજકોટ અને શાપરથી ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કુલ ચાર ફાયર ફાઈટરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.. આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક ખાનગી પાણીના ટેન્કરોની પણ મદદ લેવામાં આવી હતી. આગ કારખાનાના અંદરના ભાગમાં લાગી હોવાથી તેને બુઝાવવામાં ફાયરના જવાનોને  મુશ્કેલી પડી હતી. આથી  ફાયર વિભાગ દ્વારા બે જેસીબી મશીનો બોલાવવામાં આવ્યા હતા. જેસીબીની મદદથી કારખાનાની દીવાલ તોડીને ફાયર ફાઈટરોએ અંદર પ્રવેશ કર્યો અને આગ બુઝાવવાની કામગીરી ઝડપી બનાવી હતી.

આ આગની ઘટનામાં કારખાનામાં રાખેલો લાખો રૂપિયાનો લાકડાનો જથ્થો, લાકડાનો છોલ, બે મશીનો અને ઇલેક્ટ્રિક મોટરો બળીને ખાક થઈ ગયા છે. પ્રાથમિક તપાસ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.  પાંચ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી નહોતી. ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે આગ ઓલવવાના પ્રયાસો કર્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code