1. Home
  2. ગુજરાતી
  3. NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશેઃ અમિત શાહ
NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશેઃ અમિત શાહ

NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશેઃ અમિત શાહ

0
Social Share

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે અમિત શાહ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી મોદીએ આપણા ખેડૂતોને સશક્ત બનાવવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે.આજે ભારતના સહકાર મંત્રાલય અને દરેક રાજ્યના સહકારી રજિસ્ટ્રાર પાસે કયા ગામમાં કેટલી સહકારી સંસ્થાઓ છે તેનો ડેટા છે. હવે અમે દેશભરમાં 2 લાખ નવી પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી બનાવવા જઈ રહ્યા છીએ.

તેમણે કહયું કે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા-NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે. ગહમંત્રી અમિત શાહે મુંબઇમાં MACCIAના નવનિર્મિત ભવનનું ઉદ્ધાટન પણ કર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code