Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં વાયરલ તાવના 1500થી વધુ કેસ, સિવિલની OPDમાં લાઈનો લાગી

ગાંધીનગરમાં વાયરલ તાવના 1500થી વધુ કેસ, સિવિલની OPDમાં લાઈનો લાગી

ગાંધીનગર, 26 ઓગસ્ટ, 2026 : Over 1,500 cases of viral fever શહેર અને જિલ્લામાં બેવડી ઋતુને કારણે વાયરલ તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં તાવના 1500થી વધુ કેસ નોધયા છે. માત્ર સરકારી જ નહીં પણ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓના લાઈનો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલની મેડિસીન ઓપીડીમાં દરરોજ દર્દીઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં તાવ સાથે શરદી, ખાંસી અને ગળામાં બળતરાના લક્ષણોવાળા કેસો સૌથી વધુ સામે આવી રહ્યા છે.

ગાંધીનગર શહેરમાં વાયરલ ફ્લૂ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ પણ પગપેસારો કર્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન વાયરલ તાવના 1500 કેસો ઉપરાંત મેલેરિયાના 11 અને ડેન્ગ્યૂના 27 કેસ નોંધાયા છે. ઉપરાંત સ્વાઈન ફ્લૂના પણ બે દર્દીઓ નોંધાતાં સિવિલ હોસ્પિટલ તંત્ર પણ વધુ એલર્ટ બન્યું છે. બેવડી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શન કેસોમાં સિનિયર સિટીઝન, મહિલાઓ અને નાના બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મેડિસીન ઓપીડીમાં જ છેલ્લા 7 દિવસમાં જ 4250 દર્દીઓ નિદાન માટે આવ્યા હતા. જેમાં 1540 નવા દર્દીઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે 2થી 3 દિવસમાં મટી જતાં શરદી-ખાંસી અને તાવના લક્ષણો આ વખતે અઠવાડિયા સુધી ટકી રહેતા હોવાથી તબીબો માટે પણ આ સ્થિતિ ચિંતાજનક બની છે. તો સિવિલની કેસ બારીથી લઈને મેડિકલ સ્ટોર સુધી દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

આ અંગે મ્યુનિના આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રહેવાની સલાહ આપવામાં આવી છે. ​ગરમીમાંથી આવ્યા પછી તુરંત જ ઠંડું પાણી કે ફ્રિજની વસ્તુઓ પીવાનું ટાળવું જોઈએ.​ તડકામાંથી આવ્યા બાદ તરત જ એસી વાળા રૂમમાં જવાનું કે એસીમાંથી સીધા તડકામાં જવાનું ટાળવું જોઈએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular