Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત વિષયમાં દર્શનશાસ્ત્ર સહિત 4 નવા કોર્ષ શરૂ કરાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત વિષયમાં દર્શનશાસ્ત્ર સહિત 4 નવા કોર્ષ શરૂ કરાયા

રાજકોટ, 26 ઓગસ્ટ, 2026 : Saurashtra University launches 4 new courses in Sanskrit લૂપ્ત થતી સંસ્કૃત ભાષા પર વિદ્યાર્થીઓની ઋચિ વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવન દ્વારા ચાર નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કૃત વિષય સાથે બેચલર ઓફ આર્ટસના ચોથા વર્ષમાં અને માસ્ટર ઓફ આર્ટસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 4 આંતર વિષયક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સાહિત્યશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, પુરાણ – ઇતિહાસ, ભારતીય જ્ઞાન પરંપરાનો સમાવેશ થાય છે. જેમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ ઇન્ડિયન નોલેજ સિસ્ટમના અધ્યાપક તરીકે કારકિર્દી બનાવી શકશે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના અધ્યક્ષ ડૉ. રાજા કાથડે કહ્યુ હતું કે, સંસ્કૃત ભવનમાં આ શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત આંતર વિષયક અભ્યાસક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમોમાં આ વર્ષે અનુસ્નાતક સંસ્કૃત અને કોલેજોમાં ફોર્થ ઈયર B.A. માટે 4 વૈકલ્પિક વિષયોનો પ્રારંભ કર્યો છે. જેમાં સાહિત્યશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, પુરાણ – ઇતિહાસ, ભારતીય જ્ઞાન પરંપરાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર યુનિના અનુસ્નાતક સંસ્કૃત ભવનમાં આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષા નીતિના ઉદ્દેશ્યોને અનુરૂપ વિવિધ ફેકલ્ટીઓ અને વિષયના વિદ્યાર્થીઓએ અહીં M.A. સંસ્કૃત ઇન IKS (ભારતીય જ્ઞાન પરંપરા) માં પ્રવેશ લીધો છે ત્યારે આ વિદ્યાર્થીઓ ભારતીય જ્ઞાન પરંપરામાં પોતાની કારકિર્દી બનાવી શકશે. UGC NET અને GSET દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાની પરીક્ષા લેવામાં આવે છે. માસ્ટર ડિગ્રી અહીંથી IKS માં પૂર્ણ કરીને નેટ પરીક્ષા પાસ કરીને સંશોધન ક્ષેત્રે અને દેશની વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિવિધ ફેકલ્ટીઓ અને વિદ્યાશાખાઓમાં IKS ના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દી બનાવી શકશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular