સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 તિર્થના જળથી કર્યો કુંભાભિષેક, મહાદેવજીની પૂજા કરી
સોમનાથ, 11 મે 2026: Kumbhabhishek with water from 11 holy places in Somnath વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસના બીજા દિવસે જામનગરથી સોમનાથ આવી પહોંચ્યા હતા. અને 2 કિમી, લાંબો રોડ શો કર્યો હતો. પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. રોડ શો બાદ વડાપ્રધાન સોમનાથ દાદાના મંદિરમાં પહોચ્યા હતા. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને ફુલો અર્પણ કરીને મહાદેવજીની પૂજા-અર્ચના કરી હતી. અને ત્યારબાદ 11 તિર્થના જળથી કૂંભાભિષોક કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરથી વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા છે.

આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યુ હતુ. સોમનાથમાં ભવ્ય રોડ-શો બાદ વડાપ્રધાન સોમનાથ દાદાના મંદિરે પહોંચ્યા હતા. પીએમ મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શોમાં અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોદીના રોડ શોમાં ઉત્તરાખંડથી આવેલા ભૈરવનાથ ડમરુ મંડળના યુવાનો રથની આગળ ડમરું નાદ કર્યો હતો. મોદીએ સોમનાથ મંદિરમાં સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા હતા.
વડાપ્રધાન મોદી કુંભાભિષેક વિધિ બાદ સોમનાથમાં વિશેષ પૂજામાં સહભાગી થયા હતા. હવે તેઓ બપોરે જાહેર સભાને સંબોધશે. કુંભાભિષેક દરમિયાન મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કર્યા બાદ ધ્વાજારોહણ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા એર શો યોજાયો હતો.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં વડાપ્રધાન વિશેષ ઉપસ્થિત રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ 2026” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર પીએમ મોદીના હસ્તે 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો.


