1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં 5મી જુને PM મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ
સુરતમાં 5મી જુને PM મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

સુરતમાં 5મી જુને PM મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

0
Social Share

સુરત, 1 જુન,2026 : PM Modi’s arrival on June 5th  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જુનના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે  ₹18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. અને જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાનના મોદીના આગમનને લીધે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હોવાથી વડાપ્રધાનની જાહેર સભા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના શુક્રવારેને 5મી જુને આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાશે. મોદીની દક્ષિણ ગુજરાતની મુલાકાતને લઈને સમગ્ર વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાનની વિશાળ જનસભા હવે ખુલ્લા મેદાનને બદલે સુરતના અત્યાધુનિક એસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. તંત્ર દ્વારા પીએમ મોદીની આ જાહેરસભા સુરતના વીઆઈપી વિસ્તાર ગણાતા વેસુના ખુલ્લા મેદાનમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વરસાદ પડવાની આગાહીને લીધે જાહેર સભાના સ્થળ બદલવામાં આવ્યું છે. હવે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સભા યોજાશે.

સુરત કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, પીએમ મોદી આગામી 5 જૂન 2026ના રોજ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. સુરત આગમન બાદ તેઓ સૌપ્રથમ હજીરા ખાતે આવેલા એક પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાં આશરે 45 મિનિટ જેટલો સમય વિતાવશે. હજીરાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય જાહેર સભાને સંબોધિત કરવા પધારશે. આ જાહેર કાર્યક્રમ બપોરે સવા ચારથી સવા પાંચ વાગ્યા સુધી એટલે કે એક કલાકનો રહેશે, જેમાં સરકારના વિવિધ વિભાગોના ₹18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન સુરતથી આગળ પ્રસ્થાન કરશે.

વડાપ્રધાન મોદીના ભવ્ય આગમનની પૂર્વતૈયારીઓના ભાગરૂપે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદ સભ્યો (MP), ધારાસભ્યો (MLA), મેયર તેમજ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code