
પ્રધાનમંત્રી ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં 103 પુનઃવિકસિત AMRUT સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે
દેશમાં રેલ માળખાગત સુવિધાઓમાં સતત સુધારો અને વૃદ્ધિ કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં રૂ. 1,100 કરોડથી વધુના ખર્ચે 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે 1,300 થી વધુ સ્ટેશનોનો આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.
ભારતભરમાં પુનઃવિકસિત AMRUT સ્ટેશનો સાંસ્કૃતિક વારસા, દિવ્યાંગજનો માટે મુસાફરો-કેન્દ્રિત સુવિધાઓ અને મુસાફરીના અનુભવને વધારવા માટે ટકાઉ પ્રથાઓ સાથે આધુનિક માળખાગત સુવિધાઓને એકીકૃત કરે છે.
ગુજરાતના 18 સ્ટેશનોનું આવતી કાલે પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થશે જેમાં ઉત્રાણ, કોસંબા, કરમસદ, જામવણથલી, જામજોધપુર, કાનાલુસ, હાપા, ઓખા, મીઠાપુર, મહુવા, પાલીતાણા, શિહોર, મોરબી, સામખીયાળી, રાજુલા, લીંબડી, દેરોલ અને ડાકોરનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોમાં સ્થાનિક સ્પર્શ જેમ કે ડાકોર સ્ટેશન રણછોડરાયજી મહારાજ દ્વારા પ્રેરિત છે, સામખીયાળી સ્ટેશનમાં કચ્છની સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે.