1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર રાહુલ ગાંધીએ ગંભીર સવાલ ઉઠાવ્યા
અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર રાહુલ ગાંધીએ ગંભીર સવાલ ઉઠાવ્યા

અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર રાહુલ ગાંધીએ ગંભીર સવાલ ઉઠાવ્યા

0
Social Share

વડોદરા, 23 માર્ચ 2026:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા હતા. રાહુલ ગાંધીએ વડોદરામાં આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો. ત્યારબાદ તેમણે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને સંબોધન કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહેવું સંવિધાન, આદિવાસી નેતા બિરસા મુંડાનું અપમાન છે. આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આદિવાસી સમાજની ઓળખને નબળી કરે છે. તેમણે કહ્યું કે, આદિવાસી નેતા બિરસા મુંડાની વિરાસત અને તેમના વિચારો પર હુમલો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમુક લોકો સંવિધાનની વાત કરે છે, પણ આ જ લોકો આદિવાસીઓના અધિકારોના નબળા કરી રહ્યા છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ ડિલમાં પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ દેશના કૃષિ ક્ષેત્રને વિદેશી પ્રોડક્ટ માટે ખોલી દીધી છે. જો અમેરિકાની કૃષિ પ્રોડક્ટ ભારતમાં રોકટોક વિના આવવા લાગશે તો તેની સીધી અસર ભારતના ખેડૂતોને થશે.

રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, જ્યારે પણ તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી તેનો વિરોધ કરે છે. આદિવાસીઓને વનવાસી ગણવા તેનો મતલબ તમે ઓરિજિનલ માલિક નહોતા. આદિવાસીનો મતલબ આ દેશ તમારો હતો, જલ, જંગલ અને જમીન તમારી હતી. વનવાસીનો મતલબ જલ, જંગલ અને જમીન તમારા નથી. વનવાસી એ બિરસા મુંડાની વિચારધારા પર પ્રહાર છે. આ જુઓ બંધારણ. આ આઝાદી પછી લખવામાં આવ્યું છે. હિન્દુસ્તાનનો કાયદો અને વિઝન છે. પરંતુ આ નવી બુક નથી. આ બુકમાં હજારો વર્ષ જૂની વિચારધારા છે.

તેમણે સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે, જ્યારે પણ વિકાસની વાત આવે છે ત્યારે સીધા આદિવાસીની જમીન ઝૂંટવી લે છે. સ્ટેચ્યૂ બનાવવું છે આદિવાસીની જમીન ઝૂંટવો, માઇન ખોલવી છે તો આદિવાસીની જમીન ઝૂંટવો મતલબ કે તમારો કોઈ અધિકારી નથી. હું જાતિ જનગણનાની વાત કરું છું. જ્યારે આ વાત કરું છું ત્યારે આરએસએસ, મોદીજી અને ભાજપના લોકો મારા પર આક્રમણ કરે છે. આખો દેશ જાણે છે કે, આ દેશમાં 9 ટકા આદિવાસી છે. દેશ જાણે છે કે, 15 ટકા દલિત છે. 50 ટકા પછાત વર્ગ છે. 15 ટકા લઘુમતી છે. તમે ખાનગીકરણ શબ્દનો ઉપયોગ કર્યો. આ ખોટો શબ્દ છે. ખાનગીકરણથી લાગે છે કે, આદિવાસીઓને પણ મળે છે, દલિતોને મળે છે, નહીં ખાનગીકરણનો મતલબ 5-7 લોકોને લાભ મળે છે. પહેલાં પબ્લિક સેક્ટર હતા. તેમાં અનામત હતી. તેમાં આદિવાસી, દલિત અને પછાત જઈ શકતા હતા

રાહુલ ગાંધી આજે બપોરે ત્રણ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારીને ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં સંબોધન કર્યું હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code