1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં પડ્યો વરસાદ, આહવામાં 5 ઈંચ
ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં પડ્યો વરસાદ, આહવામાં 5 ઈંચ

ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં પડ્યો વરસાદ, આહવામાં 5 ઈંચ

0
Social Share
  • સૌરાષ્ટ્રમાં ખેડૂતો વાવણી માટે ઉઘાડ નીકળવાની રાહ જોઈ રહ્યા છે,
  • રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો નોંધાયો,
  • સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ડાંગ-આહવામાં 5 ઈંચ, ડાંગના સુબીરમાં 3.39 ઈંચ,સોમનાથ-વેરાવળમાં 3.19 ઈંચ, વરસાદ પડ્યો હતો. તેમજ વઘઈ, સૂત્રાપાડી, વાંસદા, કોડીનાર, કપરાડા, નીઝર, ઊના, કેશોદ, તલાળા, સાગબારા સહિત 89 તાલુકામાં ઝાપટાંથી લઈને અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં  છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 5 ઈંચ, સુબીરમાં 3.19 ઇંચ અને ગીર સોમનાથના વેરાવળમાં 3.19  ઇંચ વરસાદ પડ્યો હતો.  આજે સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, આજે ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ  અને 6 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તથા મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં યેલો એલર્ટ અપાયું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code