Homeગુજરાતીઅમેરિકાની ગર્ભીત ધમકી આપીને ઈરાને સરેન્ડર કરવાનો કર્યો ઈન્કાર

અમેરિકાની ગર્ભીત ધમકી આપીને ઈરાને સરેન્ડર કરવાનો કર્યો ઈન્કાર

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીએ દુનિયાનું ધ્યાન મિડલ ઈસ્ટ તરફ ખેંચ્યું છે. દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગર્ભીત ધમકી આપતા કહ્યું હતું કે, ઈરાન દરેક શહીદનો બદલો લેશે. ટ્રમ્પની ધમકીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, લોકો ઈરાનના ઈતિહાસને જાણે છે અને તે પણ જાણે છે કે, ઈરાની ધમકીઓની ભાષાનો સારી રીતે જવાબ આપશે. ઈરાન થોપવામાં આવેલી શાંતિ તથા યુદ્ધને સ્વિકારશે નહીં.

ઈરાનની ન્યૂઝ એજન્સી અનુસાર ખામેનેઈએ જણાવ્યું કે, અમેરિકાને જે જાણ હોવીથી જોઈએ કે, ઈરાન સરેન્ડર નહીં કરે. જો અમેરિકી સેનાએ કોઈ પણ પ્રકારનો હુમલો કર્યો છે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેમણે વધુમાં કહ્યું કે, ઈઝરાયલે બહુ મોટી ભૂલ કરી દીધી છે અને તેને તેની આ ભૂલની સજા મળશે. અમે અમારા શહીદો અને અમારા વિસ્તારમાં થયેલા હુમલાને ક્યારેય નહીં ભૂલીએ. ઈરાની વિદેશમંત્રાલયએ જણાવ્યું હતું કે, અમેરિકાને ખબર હોવી જોઈએ કે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપથી આ ક્ષેત્રમાં પૂર્ણ યુદ્ધ ફાટી નીકળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મંગળવારે કેનેડામાં જી7 સમિટથી વોશિગ્ટન પરત ફર્યા બાદ કહ્યું કે, ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા છ દિવસથી મીસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ હુમલામાં બંને દેશના લગભગ 600 વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન ભારત સહિતના દેશોએ બંને દેશોને સંયમ જાળવવા અપીલ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular