1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ફાયરિંગ કેસમાં નિવૃત ડીવાયએસપીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો
અમદાવાદમાં ફાયરિંગ કેસમાં નિવૃત ડીવાયએસપીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો

અમદાવાદમાં ફાયરિંગ કેસમાં નિવૃત ડીવાયએસપીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો

0
Social Share

અમદાવાદ, 28 મે, 2026 : Retired DySP creates ruckus in police station in firing case શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીવરંજની નજીક ગઈકાલે જમીનના વિવાદમાં નિવૃત ડીવાયએસપીએ 5 રાઉન્ડ પાયર કર્યા હતા. આ બનાવમાં સેટેલાઈટ પોલીસેનિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવાતા અશોકસિંહે હોબાળો કર્યો હતો. નિવૃત ડીવાયએસપીને મીડિયા સમક્ષ આવવા ના દેતા ડીવાયએસપીએ સ્થાનિક પોલીસ પર આક્ષેપ કરીને હોબાળો કર્યો હતો. જેથી બે પોલીસ કોન્સ્ટેબલે નિવૃત ડીવાયએસપીને  જબરજસ્તી પકડીને લોકઅપમાં પૂર્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના શિવરંજની વિસ્તારમાં ઝાંસીની રાણીના સ્ટેચ્યુ નજીક નિવૃત ડીવાયએસપીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરતા અફરા-તફરી મચી ગઈ હતી. આથી ફરિયાદના આધારે સેટેલાઈટ પોલીસે નિવૃત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ કરતાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણનો પાવર જોવા મળ્યો હતો. પોલીસે અસોક ચૌહાણને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતાં. તેમજ અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન અશોકસિંહે  આક્ષેપ કર્યા હતા કે, પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા હતાં. જે જગ્યાનો વિવાદ છે તે જગ્યા 5 વિઘા જેટલી જમીન છે, જેની અંદાજિત કિંમત 500 કરોડ જેટલી છે. આ જગ્યાનો વિવાદ અશોક ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે સામે સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આરોપીના અશોક ચૌહાણના વડવાઓ વર્ષોથી જમીનની રખેવાળી કરતા હતાં. જે દરમિયાન જગ્યાનો કબજો મેળવી લીધો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code