1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ
અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

0
Social Share
  • જાહેર રોડ પર કેક કાપતા શખસોને બસનાચાલકે સાઈડમાં જવાનું કહેતા થઈ માથાકૂટ
  • ટ્રાવેલર્સને મારમારીને છરી કાઢી ધમકી આપી
  • શહેર કોટડા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદઃ શહેરના મેમ્કો ચાર રસ્તા પાસે જાહેરમાં 5 જેટલા યુવાનો કેક કાપીને બર્થ ડે ઊજવી રહ્યા હતા.જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. દરમિયાન ખાનગી લકઝરી બસનાચાલકે સાઈડમાં ખસવાનું કહેતા લૂખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા. અને ટ્રાવેલ્સની ઓફિસમાં ઘૂંસીને ટ્રાવેલ્સ અને તેની પૂત્રને મારમારીને ઓફિસમાં ભારે તોડફોડ કરી હતી. આ બનાવની પોલીસને જાણ કરતા લૂખ્ખા તત્વો નાસી ગયા હતા.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરમા મેમ્કો ચાર રસ્તા પાસે જાહેર રોડ પર કેક કાપી રહેલા પાંચ યુવાનોને લક્ઝરી બસના ડ્રાઇવરે સાઇડમાં ખસવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી વેપારી મહેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પુત્રને બેરહેમીથી માર માર્યો હતો. એક આરોપી છરી બતાવતો પણ CCTVમાં નજરે પડી રહ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને શહેર કોટડા પોલીસે આ ફૂટેજની મદદથી આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મેમ્કો પાસે રહેતા મહેન્દ્રકુમાર ચૌધરી ટ્રાવેલ્સ અને કાર્ગોનો વેપાર કરે છે. ગત 12 ડિસેમ્બરે તેઓ ઓફિસમાં હતા ત્યારે તેમની લક્ઝરી બસના ડ્રાઇવર રાજુભાઈએ ફોન કરીને જણાવ્યું કે, મેમ્કો ચાર રસ્તા બ્રિજના છેડે કેટલાક યુવકો રસ્તા વચ્ચે ઊભા રહીને કેક કાપી રહ્યા છે. રાજુભાઈએ તેમને સાઇડમાં ખસવા કહ્યું તો તે ગુસ્સે થઈ ઝઘડો કરી રહ્યા છે. આ જાણીને મહેન્દ્રકુમારે પોતાના કર્મચારી રમેશભાઈને ત્યાં મોકલ્યા હતા. રમેશભાઈએ યુવકોને સમજાવીને બસને રવાના કરી અને પછી બસને ઓફિસના પાર્કિંગમાં મૂકી હતી. ત્યારબાદ આ પાંચેય યુવાનો મહેન્દ્રકુમારની ઓફિસમાં ઘૂસી આવ્યા અને ત્યાં તોડફોડ કરી તેમને તથા તેમના પુત્રને માર માર્યો હતો.  જેથી, પોલીસને ફોન કરતા તમામ શખસો ફરાર થઈ ગયા હતા. મહેન્દ્રભાઇએ અમરીશ, રાહુલ, વિવેક અને અજાણ્યા બે શખસો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code