1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો 30મી માર્ચથી પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો 30મી માર્ચથી પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો 30મી માર્ચથી પ્રારંભ

0
Social Share

રાજકોટ, 26 માર્ચ 2026: Saurashtra University’s various faculty exams begin from March 30th સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. પરીક્ષા વિભાગ દ્વારા કોઈ વિવાદ ન થાય તે માટે સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવાનું અગાઉથી જ બંધ કરી દેવાયું છે અને CCTV ના મોનીટરીંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 30 માર્ચના સોમવારથી બેચલર ડિગ્રીના સેમેસ્ટર -6 અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જેમાં સેમેસ્ટર-6માં બી.એ.માં 13686, બી.કોમ.માં 11493, બી.સી.એ.માં 5903, બી.બી.એ.માં 2992 અને એલ. એલ. બી.માં 2311 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે માસ્ટર ડિગ્રીમાં સેમેસ્ટર-4માં એમ. કોમ. રેગ્યુલરમાં 1544 અને એક્સટર્નલમાં 1310 તો એમ.એ. રેગ્યુલરમાં 738 અને એક્સટર્નલમાં 1466 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામકની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે. જેથી પરીક્ષા વિભાગનો વહીવટ ખાડે ગયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા તો ઝડપથી લેવાય છે પરંતુ પરિણામો સમયસર જાહેર કરી શકતા નથી. રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ ત્રણ મહિના બાદ પણ જાહેર થતા નથી જ્યારે અમૂક રીપીટર વિદ્યાર્થીઓને તો રીઝલ્ટ માટે 6 માસથી વધુ સમય રાહ જોવી પડે છે. પેપર ચેકિંગની કામગીરી સંભાળતો સ્ટાફ પણ કોન્ટ્રાક્ટ આધારિત છે ત્યારે યુનિવર્સિટીના કાયમી કુલપતિ અને કુલસચિવ દ્વારા પરીક્ષાના પરિણામોની ચોક્કસ તારીખ જાહેર કરી તે તારીખે જ પરિણામો જાહેર થાય તેવી માગ ઊઠી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code