1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે કાલે બુધવારે શાળાઓ બંધ રહેશે
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે કાલે બુધવારે શાળાઓ બંધ રહેશે

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે કાલે બુધવારે શાળાઓ બંધ રહેશે

0
Social Share
  • ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લીધે રેડ એલર્ટ અપાયું છે,
  • ખાનગી, સરકારી સહિત તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે,
  • જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય

ભાવનગરઃ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જળબંબોળ જેવી સ્થિતિ છે. મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ત્યારે ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને આવતી કોલે બુધવારે તા 18 જૂને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે જણાવ્યુ હતું કે,  ભાવનગર જિલ્લા ભારે વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકી બીજા ક્રમનો શેત્રુંજી ડેમ પાલીતાણા તાલુકામાં આવેલો છે. ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક ઠલવાઇ રહી છે. શેત્રુંજી ડેમ ભરાઈ ગયો છે, શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 95660 ક્યુસેક પાણીની આવક શરૂ છે, ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ઓવરફલો થતાં ડેમના તમામ 59 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે, ડેમમાંથી 15340 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ભાવનગરમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થયો છે. ગઈકાલથી અવિરત પડી રહેલા વરસાદને કારણે જિલ્લામાં ચારેતરફ પાણી પાણી છે. આ કારણે આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ ભાવનગર કલેક્ટર દ્વારા કરાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code